સમાચાર

ઘરમાં હંમેશા એકલા હોય તો આ ખબર જરુર વાંચો, એકલામાં કરે છે આ કામ

આપણા દેશના અમુક રાજ્યોમાં હજી પણ લૂંટફાટ અને ચોરીના કિસ્સાઓ બને છે. કેમ કે અમુક રાજ્યોમાં હજી પણ ખુબ ગરીબાઈ છે. અને ગરીબાઈના કારણે અમુક લોકોને મજબુરીમાં પણ આવું કરવું પડે છે, આખા ગુજરાતમાં હથિયારો સાથે ધાડ-લૂંટ અને ઘરફોડ ચોરી કરતા મધ્યપ્રદેશના ઝાબુંવા ગેંગના બે કુખ્યાત આરોપીઓને મુદ્દામાલ સાથે સુરત શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

મહત્વનું એ છે કે સુરત શહેરમાં બનતા મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા પોલીસ કમિશનર દ્વારા એક સૂચના આપવામાં આવી હતી, અને જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો સાથે વર્ક આઉટ દરમિયાન આધારભુત બાતમીને આધારે પુણા સારોલી રોડ ઓરબીટ-૧ કોમ્પલેક્ષની નજીકમા જાહેર રોડ પરથી બે ખૂંખાર શખ્સો ખુશાલ રસન કીહોરી અને શૈતાન નાથુ સીંગાડીયાને પકડવામાં આવ્યા હતાં.

મધ્યપ્રદેશના ઝાંબાવાના રહેવાસી બન્ને આરોપીઓ પાસેથી મોટરસાઇકલ તેમજ સોનાના દાગીના અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. આરોપીઓએ પૂછપરછમાં એવું સ્વીકાર્યું હતું કે તેમણે સોનાની બે ચેઇન ઇચ્છાપોર કવાસ ચારરસ્તા પાસેના એક ઘરમાંથી ચોરી કર્યું હતું. પકડાયેલા બંને આરોપી સિવાય અન્ય એક આરોપીએ બારીમાંથી ઘરના રૂમમા પ્રવેશ કરી, રૂમમા રહેલા લોખંડના કબાટને તે દરવાજામાંથી બહાર કાઢી અને નજીકમા આવેલ ઝાડીમાં લઇ ગયેલા.

લોખંડના સળીયા તથા પેચીયા વડે કબાટના બંને દરવાજા તોડી નાખ્યા હતા. તેમાંથી સોના ઘરેણા ચોરી કરી ત્યાથી નાસી ગયેલા હતા અને તે ઘરથી આગળ થોડાજ અંતરે આવેલા એક મકાન પાસે હોન્ડા સી.બી.ઝેડ. ગાડી પાર્ક કરેલી હતી અને તે ગાડીના નરેશ મુનીયાએ મોટર સાયકલ ચાલુ કરી અને શખ્સો બધા પુણા સારોલી રોડ તરફ ભાગી ગયા હતાં.

ત્યાંથી ત્રણેય આરોપીઓ પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. પોલીસની પકડમાં આવેલા બંને આરોપીઓની પૂછપરછમાં તેમને વધુ ચાર ગુનાની કબૂલાત કરી છે. આ ઉપરાંત આ બન્ને આરોપીઓએ અગાઉ 14થી વધુ ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. બંને આરોપીની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ આ કેસમાં વોન્ટેડ વધુ એક આરોપીને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *