ગીર સોમનાથના 15 જેટલા ગામમો માં રોડ રસ્તા સહિત લોકોના ઘરોમાં પાણી ઘુસિયા, છેલ્લા બે દિવસથી વાહન વ્યવહારમાં મુશ્કેલી…
ગીર સોમનાથના ગામોમાં છેલ્લા બે દિવસથી ખૂબ જ ભારે હાલાકી એનો સામનો કરવો પડી રહ્યો છે ફાસરીયા ગામે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે ખેતરોના પાણી અત્યારે રસ્તા ઉપર વહી રહ્યા છે અને તેના કારણે લોકોને વાહન વ્યવહારમાં ખૂબ જ મોટી અસર પડી રહી છે.
છેલ્લા બે દિવસથી અહીં રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે જેના કારણે 15 જેટલા ગામના રહેવાસીઓને આ તકલીફ ઉઠાવી પડી રહી છે 15 ગામના લોકો માટે આ એક રસ્તો જ મુખ્ય રસ્તો છે જેના કારણે લોકોને વાહન વ્યવહાર સહિત અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ફાસરીયા અરણેજ કાંટાળા ઘાટવાડ સહિત 15 જેટલા ગામના લોકો અહીંથી પસાર થાય છે અને તેઓનો મુખ્ય માર્ગ જ આ છે જેના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો રહ્યો છે અને ફક્ત આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે ચોમાસુ ના ચાર મહિના આ રસ્તો મુશ્કેલીનો રસ્તો બની જાય છે.
ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે ખેતરોનું પાણી રસ્તા ઉપર વહી જતા રસ્તાઓ માં પાણીના ગડકાવ થવાનું ચાલુ થાય છે જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા હોય છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સારા એવા વરસાદને લઈને આગાહી જાહેર કરી છે.
જેમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ થી લઈને 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે, ઉત્તર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.