ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ સાથે સાથે 50 થી 55 km ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, દ્રશ્યો જોઈને માછીમારોના જીવ તાળવે…

અત્યારે રાજ્યમાં પૂરેપૂરો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગીર સોમનાથ સહિત દરિયાકાંઠા વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે આઠ ફૂટ ઊંચા મોજા ઉછળતા માછીમારો સહિત દરિયા કાંઠે રહેતા લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ માં છેલ્લા બે દિવસથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે ઝડપી પવન ફૂંકાવાની સાથે સાથે દરિયામાં ઉંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે.

વેરાવળ બંદરથી લઈને સુત્રાપાડા કોડીનાર સહિત પુનાના સૈયદ રાજપરા બંદર સુધી દરિયામાં અત્યારે તોફાનની લહેર જોવા મળી રહી છે દરિયામાં ઉછળતાં મોજાઓની સાથે સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન થી લોકો અને માછીમારોના જીવ તાળવે ચોટીયા છે અને કેટલીક જગ્યાએ તો વૃક્ષો પણ ધરાશાહી થયા છે.

હવામાન વિભાગ આગાહી બાદ ગીર સોમનાથ જિલ્લા તંત્ર અત્યારે એલર્ટ થઈ ગયું છે અને દરિયા કિનારે વસતા લોકોને ટેલર કરી સાવધાન કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે જ્યારે દરિયામાં માછીમારી કરતા મોટાભાગના માછીમારો અત્યારે પાછા આવી રહ્યા છે.

પરંતુ દરિયામાં ભારે પવન ફુકાવવાને કારણે જિલ્લાભરના દરિયાકાંઠે રહેતા માછીમારો વધુ ચિંતિત બન્યા છે અને દરિયામાં અત્યારે ઊંચા ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળ્યા છે તેના કારણે દરિયા કાંટે રહેતા લોકો વધુ ચિંતિત બન્યા છે. અત્યારે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે અને તેના કારણે બોટ દરિયા કિનારે હિંડોળા લઈ રહી છે.

દરિયામાં અત્યારે ઊંચાં મોજાની સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે આ દ્રશ્ય જોઈને ત્યારે લોકોમાં અલગ જ ડર પ્રસરી રહ્યો છે, માછીમારોને બીજો ડર એ પણ સતાવી રહ્યો છે કે અત્યારે ભારે પવનના કારણે એકબીજા સાથે બોલ મારે નુકસાન થઈ રહ્યું છે.

અત્યારે માછીમારોનું માન્યતા ઓની ગતિમાં 50 થી 55 km ની ઝડપે ઝડપે રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ તો સુત્રાપાડા 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે વેરાવળમાં એક ઇંચ વરસાદ અને કોડીનારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં 10 તાલુકાઓમાં એક ઇંચ થી વધારે વરસાદની નોંધણી થઈ છે જ્યારે ગીરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતાં ફાસરિયા ગામમાં રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *