પંથકના 20 ગામોના ખેડૂતોના સુકાઈ ગયેલા પાકને નવજીવન મળતા જગતનો તાત ખુશ છે. પૂરતું પાણી ન હોવાથી નદી સુકાઈ ગઈ હતી ત્યારે ડેમમાંથી પાણી છોડવાની ખેડૂતોની માંગ હતી. ગીર સોમનાથના ગીર જંગલમાં શિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવતા સમગ્ર ઉનાળા દરમિયાન શિંગોડા નદીમાં પૂરના નજારા જોવા મળ્યા હતા. આ પાણીથી ખેડૂતોના કૂવા રિચાર્જ કરવામાં આવે તો હજારો ખેડૂતોના પાકને ફાયદો થશે.
ગીરના જંગલમાંથી નીકળતી અને કોડીનાર તાલુકામાંથી પસાર થતી શિંગોડા નદીનો પટ તાજેતરમાં પાણી વિના ખાલીખમ બની ગયો હતો. પરંતુ આજે ચોમાસાની જેમ આ નજારો જોવા માટે રાહદારીઓની ભીડ જામી હતી. સમગ્ર ઉનાળા દરમિયાન વહેતી શિંગોડા નદીને નિહાળવા માટે કોડીનાર-વેરાવળ હાઈવે પર શિંગોડા નદી પરના પુલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
નદી સામાન્ય રીતે ચોમાસામાં વહેતી હોય છે. પરંતુ આ વર્ષે પાણીની અછતના કારણે ગીરના શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. એટલી બધી ઉજ્જડ દેખાતી નદી ઉનાળામાં છલકાઈ ગઈ હતી.જેનો સીધો ફાયદો પ્રાંતિજના 20 થી વધુ ગામોના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોની પીવાના પાણીની સમસ્યામાં થશે. કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતોના કૂવાના તળ હવે ડૂબી જવાના આરે હતા જેથી પંથકના શિંગોડા ડેમમાં પાણી છોડીને ખેડૂતો ખુશહાલ બન્યા હતા. જો ડેમ માથી પાણી છોડવામાં આવે તો તેમના મુરજાયેલ પાકને નવજીવન મળશે.
જોકે ખેડૂતોની માંગને ધ્યાને લઈ સિંચાઈ વિભાગ દ્વારા શિંગોડા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો હતો. પરિણામે કોડીનાર પંથકની સુકી શીંગોડા નદીમાં પાણી વહેતા થયા હતા. ગીરના જંગલમાં આવેલ શિંગોડા ડેમમાં કુદરતી ટેકરીઓ વચ્ચે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે ત્યારે શીંગોડા ડેમનું પાણી કોડીનાર તાલુકાના શીંગોડા નદી કાંઠાના 20 થી વધુ ગામોના ખેડૂતો અને લોકો માટે રાહતનો સ્ત્રોત છે. શહેરના નિષ્ણાતો કહે છે કે આવનાર ચોમાસા સુધી કોઈ કટોકટી રહેશે નહીં તેટલું પાણી છે.