આનંદો સોનાની કિંમતમાં ઘટાડો, 46 હજાર સુધી ભાવ પહોંચી જશે, સોનુ ખરીદનારા લોકો ખાસ વાંચે આ મોટી ખબર…

દેશમાં હવે તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે શ્રાવણ મહિના બાદ ગણેશ ઉત્સવ અને 15 દિવસ બાદ નોરતાની પણ શરૂઆત થઈ રહી છે અને બાદમાં દિવાળી એમ કરીને હવે બે મહિના સુધી તહેવારોને સિઝન ચાલી રહી છે ત્યારે આ દરમિયાન લોકો સોનું ખરીદતા હોય છે અને આ તહેવારોની સિઝનમાં સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ કારણે ઘણા લોકો અત્યારે સોમો ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય છે પરંતુ લોકોના મનમાં સોનાના ભાવને કારણે કેટલીક ચિંતા સતાવતી હોય છે અને સવાલો પણ ઊભા થતા હોય છે કે 100 નો દિવસે અને દિવસે ઉતાર ચઢાવ થઈ રહ્યો છે તો કયા સમયમાં સોનું લેવું જોઈએ જેથી કરીને સોનુ સસ્તામાં મળી રહે તેમાં પણ ખાસ કરીને દિવાળી અને ધનતેરસ પર સોનું મળી રહે તો વધારે સારું કહેવાય.

તો મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા વર્ષે ધનતેરસ પર 24 કેરેટ શુદ્ધતા વાળું સોનાની કિંમત ૧૦ ગ્રામ એ 56500 રૂપિયા જોવા મળી હતી, જ્યારે આજે અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹50,660 રૂપિયા છે તે 10 ગ્રામ નો ભાવ, જો ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં સોનાની કિંમત અત્યારે ઘણી નીચે આવી રહી છે.

ઓરીગો ઈન મંડીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કોમેડીટી રિસર્ચના તરુણ તસંગી નું કેવું છે કે સોનાના ભાવ આગામી સમયમાં હજુ પણ ઘટી શકે છે અને આ ભાવ 46 હજાર સુધી પહોંચી શકે તેવી શક્યતા છે તેનું કારણ જાણતા તરુણે કહ્યું કે વૈશ્વિક અને સ્થાનિક માર્કેટમાં હાલ એવું કોઈ પણ ફેક્ટર જોવા મળી રહ્યું નથી જેથી સોનાના ઘટતા ભાવને કોઈ ટેકો મળે.

રશિયા યુક્રેન યુદ્ધના કારણે સોનાની કિંમતમાં વધારો થયો હતો પરંતુ હવે આ તળાવની અસર પણ જતી રહી છે જેના કારણે સોનાની કિંમતના ભાવ હજુ પણ ઘટી શકે છે. તરુણ નું કહેવું છે કે યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં મંદીની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેના કારણે મંદી આવે તો તેની અસર સોનાની કિંમતમાં પર જોવા નહીં મળે.

2008 માં આવેલી મંદીને પાર કરવા માટે મોટાભાગના દેશો તૈયાર ન હતા ત્યારે સોનાની કિંમતમાં એકદમ ઉછાળો આવ્યો હતો પરંતુ આ વખતે વાત કંઈક અલગ જ છે આ વખતે મોટા ભાગના દેશ મંદી સામે લડવા માટે એકદમ મક્કમ અને તૈયાર થઈ રહ્યા છે જેના કારણે સોનાની કિંમતમાં મોટો ફેરફાર કે ભાવ વધારો જોવા નહીં મળે જેના કારણે સોનાની કિંમતમાં હજી ઘટવાના ચાન્સ છે.

Leave a Reply

Your email address will not be published.