શું તમારે પણ સસ્તું ભાવમાં સોનુ ખરીદવું છે? તો જાણો તમારા શહેરના આજના ભાવ

વૈશ્વિક બજારમાં આજના દિવસે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ બુલિયન માર્કેટમાં સોનાની હાજર કિંમત ૦.૩ ટકા ઘટી અને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. અહીં સોનું ૧,૮૩૨.૦૬ ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

વૈશ્વિક બજારના દબાણ અંતર્ગત આજે બુધવારના રોજ સવારે સોનાના વાયદાના ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. લગ્નસરાની સિઝનમાં પણ સોનાનો ભાવ ૫૦ હજારની આજુબાજુ પહોંચી ગયો છે જ્યારે ચાંદી પણ ૬૦ હજારની નજીક વેચાઈ રહી છે. મલ્ટિકોમોડિટી એક્સચેન્જ પર સવારે ૨૪ કેરેટ શુદ્ધતાના વાયદાનો ભાવ રૂ.૨૨૮ ઘટીને રૂ.૫૦,૩૫૮ જેટલો થયો હતો.

સોનાના રિટેલ વાયદાના ભાવનું આ ત્રણ મહિનામાં સૌથી નીચું સ્તર જોવા મળ્યું છે. આજના કારોબારમાં સોનું રૂ. ૫૦,૪૪૫ના ભાવે ખુલ્યું હતું પરંતુ માંગ ઘટવાને લીધે તે ૦.૪૫ ટકાથી ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. સોનાની જેમાં ચાંદીના ભાવમાં પણ આજે ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો અને તેના વાયદાના ભાવ ૬૦ હજારની નજીક પહોંચી ગયેલા હતા. સવારના વેપારમાં ચાંદી રૂ. ૨૮૦ ઘટીને રૂ. ૬૦,૩૩૮ પ્રતિ કિલોગ્રામ પર વેચવામાં આવી રહી હતી.

ચાંદીએ આજે રૂ. ૬૦,૫૨૫ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો પરંતુ વેચવાલી વધવાને લીધે ટૂંક સમયમાં જ તેની કિંમત ૦.૪૬ ટકા ઘટી અને ૬૦,૩૩૮ જેટલી થઈ ગઈ હતી. અમદાવાદમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૫૨,૩૮૬ છે જયારે રાજકોટમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૫૨,૪૦૬ છે. જાણી લો દેશના ચાર મહાનગરોમાં ૧૦ ગ્રામ સોનાના ટ્રેડીંગ ભાવ ચેન્નાઈમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૫૨,૨૨૦ છે જયારે મુંબઈ, દિલ્હી અને કોલકાતા આ ત્રણેય મહાનગરોમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૫૧,૦૦૦ છે.

જાણી લો વિશ્વના દેશોના સોનાના ભાવ દુબઈમાં સોનાના ભાવ રૂ. ૪૭,૪૩૦ છે, જયારે ઓસ્ટ્રેલિયામાં સોનાના ભાવ રૂ. ૪૫,૬૧૬ છે. તો ચીનમાં સોનાના ભાવ રૂ. ૪૫,૬૨૦ છે અને યુએસએમાં સોનાના ભાવ રૂ. ૪૫,૬૧૭ છે. વૈશ્વિક બજારમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો વૈશ્વિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયેલો જોવા મળ્યો હતો. યુએસ બુલિયન માર્કેટમાં સોનાની હાજર કિંમત ૦.૩ ટકા ઘટી અને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે.

અહીં સોનું ૧,૮૩૨.૦૬ ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ચાંદીનો હાજર ભાવ પણ ૦.૧ ટકા ઘટી અને ૨૧.૨૩ ડોલર પ્રતિ ઔંસ થયો હતો. આ સિવાય અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં થોડી વધઘટ જોવા મળી હતી. જ્યાં પ્લેટિનમ ૦.૧ ટકા વધી અને ૯૬૪.૬૪ ડોલર અને પેલેડિયમ ૧.૨ ટકા ઘટીને ૨,૦૪૦.૨૫ ડોલર થઈ ગયું હતું.

સોનાની ચમક કેમ ઘટી ગઈ? વાસ્તવમાં અમેરિકામાં બોન્ડ યીલ્ડ ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને મોડી સાંજે મોંઘવારીના આંકડા પણ બહાર આવવાના છે. અગાઉ રોકાણકારો ખૂબ જ સાવચેત દેખાતા હતા અને તેમણે હવે સોના-ચાંદીની ખરીદી પણ ઘટાડી દીધી છે. ડૉલરમાં પણ થોડો ઘટાડો થઈ ગયો છે જેની અસર હવે સોના-ચાંદીની કિંમતો પર જોવા મળી રહી છે. આ સિવાય આઈએમએફએ આ વર્ષે વૈશ્વિક વિકાસ દરમાં ઘટાડો કરી દીધો છે જેની અસર સોનાની ખરીદી પર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published.