સોનું ખરીદવા માટે સૌથી સારામાં સારો સમય, સરકારએ ચાલુ આ સ્કીમ, હવે થશે ફાયદો જ ફાયદો

સરકારે ફરી એકવાર સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સુવર્ણ તક આપી છે. RBI એ જણાવ્યું છે કે આ સ્કીમ 20જૂનથી શરૂ થશે. પાંચ દિવસ માટે 2022-23ની પ્રથમ ખરીદીની સિરીઝ ખુલશે.. આ સમય દરમિયાન રોકાણકારોને બજારથી નીચા દરે સોનું ખરીદવાની સોનેરી તક મળશે.

આપણા ભારતીયો લગભગ સોનામાં રોકાણ વધુ કરતા હોય છે. તેઓ તેને આવનાર ભવિષ્યનો સુરક્ષિત બચત વિકલ્પ માને છે. ઉપરાંત સરકારશ્રી પણ લોકોને સોનુ સસ્તું મળે તે હેતુ થી અવનવા અવસર આપે છે. તમે જાણો જ છો કે સોનામાં ભાવ વધારો ચાલુ જ છે તેની વચ્ચે સરકારએ એક મોટી જાહેરાત કરી છે જેમાં આ સ્કીમમાં તમને સસ્તું સોનુ મળશે..

આરબીઆઈએ જણાવ્યું હતું કે 2022-23 માટે અરજીઓની બીજી શ્રેણી માટે સોવરિન ગોલ્ડ બોન્ડ 22 થી 26 ઓગસ્ટ સુધી ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે. તે માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે.

છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં, SGBsને 10 હપ્તામાં કુલ રૂ. 12,991 કરોડ આપવામાં આવ્યા હતા. “એસજીબીનો કાર્યકાળ 8 વર્ષનો રહેશે. આ કિસ્સામાં તે 5 વર્ષ પછી અકાળે રોકડ થઈ શકે છે. આ વિકલ્પનો ઉપયોગ જે તારીખે વ્યાજ ચૂકવવાનું હોય તે તારીખે કરી શકાય છે.” આ સ્કીમમાં તમે નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ચાર કિલો ગોલ્ડ બોન્ડ લઇ શકો છો. પરંતુ તમારું ઓછામાં ઓછું રોકાણ એક ગ્રામ હોવું જોઈએ.

ટ્રસ્ટ કે તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકો છો. ઓનલાઇન ખરીદી કરવા પર તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ જો તમે ઓનલાઇન ગોલ્ડ લોન માટે અરજી કરતા હોવ તો તમારે ઓછા પૈસા ચૂકવવા પડશે એટલે કે એક પ્રતિ ગ્રામ 50 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે જે પણ રોકાણકાર હશે તે લોકોને વાર્ષિક ૨.૫ ટકા વ્યાજ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *