સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, આજે સોનું લેવાની સુવર્ણ તક, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ 0.09 ટકા ઘટીને રૂ. 50,546 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. બીજી તરફ ચાંદીનો ભાવ 0.01ટકા ઘટીને રૂ. 59,497 પ્રતિ કિલો જોવા મળ્યો છે. ગઈ કાલની વાત કરીએ તો સોનાના ભાવ રૂ. 50,767 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીના ભાવ રૂ. 60,224 પ્રતિ કિલો હતા.

આજે 22 કેરેટ સોનાનો ભાવ આજે 22 કેરેટ સોનું 1 ગ્રામનો ભાવ 4,948 પર રાખવામાં આવી છે. 8 ગ્રામના 37,984 છે. 10 ગ્રામના 47,480 છે. 100 ગ્રામના 4,74,800 છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ આજનું 24 કેરેટ સોનુ 1 ગ્રામનો ભાવ 5,179 પર રાખવામાં આવ્યો છે. 8 ગ્રામના 41,432 છે. 10 ગ્રામના 51,790 છે. 100 ગ્રામના 5,17,900 છે

ઉપરોક્ત સોનાના ભાવમાં GST, TCS અને અન્ય કરનો સમાવેશ થતો નથી. જો તમે પણ તપાસ કરવા માંગતા હોવ કે સોનું શુદ્ધ છે કે નહીં માટે સરકારે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. BIS Care App પર જઈને તમે સોનાની શુદ્ધતા ને ચેક કરી શકો છો. સોનાને રિલેટેડ અન્ય માહિતી પણ જાણી શકો છો. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. ગ્રાહકને આ એપ દ્વારા નોંધાયેલી ફરિયાદ વિશે પણ તાત્કાલિક માહિતી મળી જાય છે.

સોનાની શુદ્ધતા માટે માપદંડ 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખેલું છે. 24 કેરેટ સોનું આશરે 99.9% શુદ્ધ છે જ્યારે 22 કેરેટ સોનું 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી અને જસત જેવી અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને ઘરેણાં બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટનું શુદ્ધ સોનું માં આભૂષણો બનતા નથી.

આ તમામ આભૂષણો પર કેરેટ દ્વારા હોલમાર્કિંગ થઈ જાય છે. મિસ્ડ કોલ આપીને જાણો સોનાની કિંમત ખાસ કરીને, તમે આ દરો સરળતાથી ઘરે બેઠા શોધી શકો છો. તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો છે અને તમને તમારા ફોન પર એક સંદેશ મળશે જેમાં તમને નવીનતમ દરો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *