આજનો દિવસ ચૂકતા નહીં સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ…

વિશ્વ બજારમાં ઉતાર જણાવો અને કારણે આજે મંગળવારના સવારના રોજ સોના ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. સોના ચાંદીના ભાવમાં હાલ ઘટાડાનો દોર ચાલી રહ્યો છે જેમાં 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનુ 50822 રૂપિયા એ વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીનો ભાવ અત્યારે 54,106 જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ તો એક દિવસમાં સોના ચાંદીના બે વખત ભાવ જાહેર થાય છે સવારના રેટ્સ મુજબ આજરોજ 995 પ્યોરિટી વાળું સોનુ 50,619 રૂપિયામાં વહેંચાઈ રહ્યું છે જ્યારે 916 પ્યોરિટી વાળું 10 g સોનુ 46553 માં વહેંચાઈ રહ્યું છે, 750 વાળું સોનુ 38,117 રૂપિયામાં અને આ ઉપરાંત 585 પ્યોરિટી વાળું ગોલ્ડ આજે 29,731 રૂપિયામાં મળી રહ્યું છે.

તો ચાલો તમને જણાવી દઈએ સોના ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો છે તે 999 થિયોરિટી વાળા ચાંદીના ભાવમાં આજે 621 રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો થયો છે જે ખૂબ જ સારો એવો ઘટાડો થયો હોય તેવું કહી શકાય. 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાની કિંમતમાં આજે 89 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

995 પ્યોરિટી વાળું સોનુ 88 રૂપિયા સસ્તું થયું છે, 619 પિયોરિટી વાળું સોનામાં 81 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 750 વાળા સોનામાં 66 રૂપિયા અને 585 પ્યોરિટી વાળા સોનામાં 52 રૂપિયાનો ભાવ ઘટયો છે. સોનુ ખરીદનાર લોકો માટે આજનો દિવસ બેસ્ટ ગણી શકાય.

જો તમને જણાવી દઈએ કે સોનાની શુદ્ધતાની ઓળખ કઈ રીતે કરાય તો જ્વેલરી ની પ્યોરિટી ચકાસવા માટે એક રીત હોય છે હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન હોય છે. આ નિશાનને આધારે જ્વેલરી ની શુદ્ધતા ની ચકાસણી થઈ શકે છે. 24 કેરેટ સોનુ એકદમ પ્યોર સોનું હોય છે અને તેમાં 999 અંક લખેલો હોય છે. 22 કેરેટ સોના માંથી બનેલા ઘરેણા જેમાં 919 લખેલું હોય છે અને આ ઉપરથી નક્કી થાય છે કે આ ઘરેણા કે જ્વેલરી 22 કેરેટ સોનમાંથી બનેલી છે.

21 કેરેટ સોનાની જ્વેલરી ઉપર લખેલું 875 હોય છે 18 કેરેટ સોનાના દાગીના ઉપર 750 એવું લખેલું હોય છે જ્યારે 14 કેરેટ દાગીના ઉપર 585 એવું લખેલું જોવા મળે છે અને આના ઉપરથી સોનાની શુદ્ધતા ની ઓળખ થઈ શકે છે તમને જણાવી દઈએ તો એક કેરેટ થી લઈને 24 કેરેટ સુધીનો આ માપદંડ હોય છે.

Leave a Reply

Your email address will not be published.