સોના-ચાંદીમાં જોવા મળ્યો ભાવ વધારો? જાણો તમારા શહેરમાં આજનો સોના-ચાંદીનો ભાવ

સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે એમ આજે 9:45 વાગે MCX પર સોનાનો વાયદો 0.38 ટકા વધીને 50,814 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો ચાંદીનો ભાવ 60,215 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો છે. અમદાવાદ અને સુરતમાં આજનો સોનાનો ભાવ. સોનુ ચોખ્ખું છે કે નહીં તે આ રીતે ચકાસશો જો તમે સોનુ ચોખ્ખું છે કે નહીં તે ચકાસવા માંગો છો તો સરકારે તેની માટે એક એપ્લિકેશન બનાવી છે.

તે એપ્લિકેશનનું નામ ‘BIS Care app’ છે અને તેના આધારે જ ગ્રાહકો પોતાનું સોનું શુદ્ધ છે કે નહીં તે તપાસી શકે છે અને તેના આધારે બીજી પણ માહિતી મેળવી શકાય છે તમે તેના મારફતે ફરિયાદ પણ કરી શકો છો અને તેમાં સામાન નું લાઇસન્સ રજિસ્ટ્રેશન તથા હોલમાર્ક નંબર ખોટો હોય તો પણ ગ્રાહક તાત્કાલિક ધોરણે ફરિયાદ કરી શકે છે અને તેની દરેક માહિતી ફરિયાદીને તૈયારી માં મળી જાય છે.

22 કેરેટ સોનાનો આજનો ભાવ ગ્રામ 22 કેરેટ સોનાનો આજનો ભાવ 1 ગ્રામ ₹4,758 8 ગ્રામ ₹38,064 10 ગ્રામ ₹47,580 100 ગ્રામ ₹4,75,800 24 કેરેટ સોનાનો આજનો ભાવ ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1 ગ્રામ ₹5,190 8 ગ્રામ ₹41,520 10 ગ્રામ ₹51,900 100 ગ્રામ ₹5,19,000 આ નંબર ઉપર મિસકોલ કરીને જાણો સોનાનો ભાવ તમે ઘરે સરળતાથી જ સોનાના ભાવ જાણવા માંગો છો તો તમારે આ નંબર 8955664433 મિસ કોલ કરી શકો છો.

તેને તમારા ફોન ઉપર મેસેજ આવશે અને તમે દરરોજ ના ભાવ ચેક કરી શકો છો. સોનાની શુદ્ધતાના માપદંડ સોનાની શુદ્ધતા ચકાસવા માટે 24 કેરેટ સોનાના દાગીનામાં 999 લખેલું હોય છે, અને 23 કેરેટ સોના ઉપર 958 લખેલ હોય છે, તે જ રીતે 22 કેરેટ સોના ઉપર 916 લખેલ હોય છે, અને 21 કેરેટ સોના ઉપર 875, તથા 18 કેરેટના સોનાના ઉપર 750 લખેલું હોય છે.

આમ 24 કેરેટ સોનું લગભગ 99.9% જોવા મળે છે, અને તે એટલું જ શુદ્ધ હોય છે. જ્યારે 22 કેરેટનું સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનાના બીજી અન્ય ધાતુઓ જેમકે તાંબું અને ચાંદી મેળવીને બનાવવામાં આવે છે. 24 કેરેટ શુદ્ધ સોનાથી દાગીના બની શકતા નથી. જે કોઈપણ દાગીના બનાવવામાં આવે છે કે દરેકના કેરેટ ઉપર તે દાગીના પર હોલમાર્કિંગ થતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *