આજે થયો સોનાના ભાવમાં મોટો ફેરફાર, જનો તમારા શહેરના ભાવ અને દેશ વિદેશના પણ ભાવ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની માંગ 18% ઘટીને 135.5 ટન થઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું કે ભાવમાં તીવ્ર સોના ના ભાવમાં વધારો થવાથી માંગમાં ઘટાડો થયો છે. 2021ના પ્રથમ ત્રણ મહિનામાં સોનાની માંગ 165.8 ટન હતી. સોનાની માંગ ઘટવાથી પણ ભાવમાં ઘટાડો થયો છે. સોનાની માંગ પર WGC દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિંમતના સંદર્ભમાં જાન્યુઆરી-માર્ચમાં સોનાની માંગ 12 ટકા ઘટીને રૂ. 61,550 કરોડ થઈ હતી.

એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 69,720 કરોડ હતો. જાન્યુઆરી 2022થી કિંમતો વધવા લાગી WGCના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ PRAએ જણાવ્યું હતું કે સોનાના ભાવ જાન્યુઆરીમાં વધવા લાગ્યા હતા અને કિંમતી ધાતુ આઠ ટકા વધીને રૂ. 45,434 પ્રતિ 10 ગ્રામ રિપોર્ટ અનુસાર, સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં જ્વેલરીની એકંદર માંગ 26 ટકા ઘટીને 94.2 ટન થઈ છે.

જે ગયા વર્ષના સમાન ગાળામાં 126.5 ટન હતું.. અત્યારે ભાવ માં વધારો થતા 20% ધટાડો થયો છે. WGCના રિપોર્ટ અનુસાર, માર્ચ ક્વાર્ટરમાં વૈશ્વિક સોનાની માંગ 34 ટકા વધીને 1,234 ટન થઈ છે. ભૌગોલિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે, રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા. 2021 ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન વૈશ્વિક સોનાની માંગ 919.1 ટન હતી.

આજના સોનાના ભાવ MCX ગોલ્ડ પર એક નજર. 10 ગ્રામ સોનાના ભાવ નીચે મુજબ છે અમદાવાદ 53570 રાજકોટ 53590 દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે. ચેન્નઈ 52890 મુંબઈ 52370 દિલ્લી 52370 કોલકતા 52370 વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર દુબઈ 47305 USA 46542 ઓસ્ટ્રેલિયા 46400 ચીન 46434

Leave a Reply

Your email address will not be published.