સોના-ચાંદીની હાઇ પ્રાઇસ કરતા સોનું અત્યારે 5000 અને ચાંદી 18000 રૂપિયા સસ્તું, અત્યારે યોગ્ય સમય રોકાણ કરવા માટે?

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા સમયથી થોડી વધ-ઘટ જોવા મળી રહી છે. લગ્નની સિઝન વચ્ચે સોનાની માંગમાં ખૂબ વધારો થઇ રહ્યો છે જેના કારણથી સોનાના ભાવ વધવાની શક્યતા લાગી રહી છે. બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની જોરદાર ખરીદી ચાલુ થઈ ગઈ છે. આ ઉછાળા પછી સોનું ફરી એકવાર ૫૧,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૬૨,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. જો કે, સોનું હજુ પણ રૂ. ૫૦૦૦ અને ચાંદી તેની સર્વકાલીન ઊંચાઈથી રૂ. ૧૮,૦૦૦ સસ્તું થાય છે.

આવી જ રીતે ગુરુવારે ૨૪ કેરેટ સોનું રૂ.૫૯૯ વધી અને રૂ.૫૧,૨૦૫, ૨૩ કેરેટ સોનું રૂ.૫૯૭ વધી રૂ.૫૧,૦૦૦, ૨૨ કેરેટ સોનું રૂ.૫૪૯ વધી અને રૂ.૪૬,૯૦૪, ૧૮ કેરેટ સોનું રૂ.૪૪૯ વધી અને રૂ. ૩૮,૪૦૪ અને ૧૪ કેરેટ સોનું રૂ. ૩૫૦ રૂપિયા મોંઘુ થયું અને ૨૯.૯૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થi ગયો. અને કેરેટ પર રૂ. ૭૫૦ મોટા ભાગનું સોનું ૨૨ કેરેટમાં વેચાય જાય છે, જ્યારે કેટલાક લોકો ૧૮ કેરેટનો પણ ઉપયોગ કરતા હોય છે. કેરેટ ૨૪ કરતાં વધુ નથી અને કેરેટ જેટલું જ ઊંચું હશે, સોનું પણ એટલું શુદ્ધ હશે.

આટલા ઉછાળા બાદ પણ સોનું તેની ઓલ-ટાઇમ હાઈ કરતાં ૪૯૯૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સસ્તું વેચાતું હતું. ઓગસ્ટ ૨૦૨૦માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોચ્યું હતું. તે સમયે સોનું ૫૬,૨૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયેલું હતું. તે જ સમયે, ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ ૧૭,૯૦૪ રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ ભાવ ૭૯,૯૮૦ રૂપિયા પ્રતિ કિલો થયો છે.

૨૪ કેરેટ સોનું ૯૯.૯ ટકા શુદ્ધ અને ૨૨ કેરેટ લગભગ ૯૧ ટકા જેટલું શુદ્ધ હોય છે. ૨૨ કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી ૯% અન્ય ધાતુઓનું મિશ્રણ કરી અને જ્વેલરી તૈયાર કરવામાં આવતી હોય છે. જ્યારે ૨૪ કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે, ૨૪ કેરેટ સોનાની ક્યારેય જ્વેલરી બનાવી શકાતી નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો ૨૨ કેરેટમાં સોનાનું જ વેચાણ કરતા હોય છે.

સોનાની શુદ્ધતા જાણવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા એક હોલમાર્ક આપવામાં આવતો હોય છે. ૨૪ કેરેટ પર ૯૯૯, ૨૩ કેરેટ પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ પર ૭૫૦ મોટા ભાગનું સોનું કેરેટમાં વેચાતું હોય છે, જ્યારે કેટલાક લોકો ૧૮ કેરેટનો પણ ઉપયોગ કરતા હોય છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *