સમાચાર

સોનાના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, ભાવ પહોચ્યો આટલા હજારને પાર, જાણો આજના નવા ભાવ…

વૈશ્વિક બજારના દબાણ હેઠળ સોમવારના રોજ સવારે સોના અને ચાંદીના ભાવમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો અને સોનાનો ભાવ ફરી એકવાર ૫૧ હજારને પહોંચી ગયો હતો. ચાંદીમાં પણ આજે વધારો થયેલો છે અને હવે તે ૬૨ હજારની ઉપર કારોબાર કરી રહ્યો છે. મલ્ટિકોમોડિટી એક્સચેન્જ પર, સોમવારના રોજ સવારે ૨૪-કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. ૧૩૯ વધી અને રૂ. ૫૧,૦૫૨ પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયા હતા. અગાઉ સોનામાં વેપાર ૫૦,૯૭૪ પર શરૂ થઈ ગયેલો હતો, પરંતુ વધતી માંગને લીધે, વાયદાના ભાવ ૦.૨૭ ટકા વધી અને ૫૧ હજારને પાર પહોચી ગયા હતા. આ મહિનાની શરૂઆતમાં જ સોનાની કિંમતમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો હતો.

ચાંદીની ચમકમાં પણ વધારો થયો સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે શરૂઆતથી જ કારોબારમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ. ૩૮૨ વધી રૂ. ૬૨,૪૯૮ પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. સવારે ચાંદીમાં ખુલ્લેઆમ કારોબાર ૬૨,૨૭૭ના ભાવે શરૂ થઈ ગયો હતો. જો કે, સતત વધતી જતી માંગને લીધે તેનો વાયદો ટૂંક સમયમાં ૦.૬૧ ટકા વધી અને રૂ. ૬૨,૫૦૦ પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો હતો.

વૈશ્વિક બજારમાં પણ તેજી આવી છે વૈશ્વિક બજારમાં પણ આજે સવારે સોના-ચાંદીના ભાવમાં ઘણો ઉછાળો જોવા મળેલો હતો. યુએસ બુલિયન માર્કેટમાં, સોનાનો હાજર ભાવ ૦.૬૨ ટકા વધીને $૧,૮૬૧.૩૨ પ્રતિ ઔંસ થઈ ગયો હતો, જ્યારે ચાંદીનો ભાવ ૦.૮૭ ટકા વધી અને $૨૨.૨૩ પ્રતિ ઔંસ થઈ ગયો હતો. વૈશ્વિક બજારમાં આ તેજીની અસર આજે ભારતીય બજાર પર પણ સારી રીતે જોવા મળી રહી છે.

તેથી જ સોનાની ચમક ફરી વધી રહી છે સોનાની માંગ વધવા પાછળનું સૌથી મોટું કારણ તો ડૉલરની નબળાઈ છે. વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડવાને કારણે યુએસ બોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો થઈ ગયો છે, જેના કારણથી રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત આશ્રયની શોધમાં સોના તરફ વળવા લાગ્યા છે. તેનો સીધો ફાયદો સોનાની માંગ પર જોવા મળી રહ્યો છે અને કિંમતો પણ વધવા લાગી છે. વૈશ્વિક બજારની અસર ભારત સહિત અન્ય છૂટક બજારો પર પણ દેખાશે.

Leave a Reply

Your email address will not be published.