સોનાના ભાગમાં થયો વધારો, જાણો તમારા શહેરના ભાવ અને કેમ વધ્યો આટલો બધો ભાવ…

હાલનું માર્કેટ એવું છે કે સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવો આવતા હોય છે જેના અનેક કારણો પણ હોય છે ક્યારેક વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં વધારો કંઈક ઘટાડો થતો હોય તો ક્યારેક કોઈ અન્ય કારણોના લીધે સોના ચાંદીના ભાવમાં ફેરફાર થતો હોય છે વિવિધ શહેરોમાં પણ સોના ચાંદીના ભાવમાં બદલાવ થતા રહેતા હોય છે જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સરકારે સોનાની આયાત ઉપર 5 ટકા આયાત ડ્યુટી વધારી છે.

અને તેના કારણે સોના ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળી શકે છે અને ભાવમાં પણ વધારો થઈ શકે છે, તમને જણાવી દ્યો તો અત્યારે ટ્રેડિંગ સેશનમાં સોનુ અત્યારે 1700 રૂપિયા મોંઘુ થયું છે છેલ્લા બે મહિના ઓછા ભાવ હતા અને એકવાર ફરી એક વખત સોનું અત્યારે 52 હજારને પાર થઈ ચૂક્યું છે.

સોના ચાંદી ના ભાવ ની વાત કરે તો અત્યારે મલ્ટી કોમોડીટી એક્સચેન્જ બજાર પર 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 52,240 એ પહોંચ્યો છે જ્યારે ચાંદીમાં ઓછો ભાવ વધારો થયો છે છતાં પણ અત્યારે ચાંદી 57,800 પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે સોનુ 52050 રૂપિયા 10 ગ્રામ નાસ્તરે હતું જેમાં સોનાની કિંમતમાં 0.6 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે ચાંદી પણ અગાઉના ભાવ કરતા 0.10 ટકાના ભાવ સાથે જોવા મળી રહ્યું છે.

અહેવાલ અનુસાર સરકારે શુક્રવારના દિવસે જ સોનાની આયાત પર 7.5 ટકા માંથી વધારો કરીને સીધા જ 12.5% કરી દીધા હતા આયાતે ડ્યુટી માં વધારો થતા જ સોના ચાંદીના ભાવના સ્તર પરાની અસર પડી હતી અને આના કારણે સોના ચાંદીનો આખો માર્કેટ માં ઉછાળો આવ્યો હતો.

જો વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવની વાત કરીએ તો અત્યારે યુએસ માર્કેટમાં સોનાના હાલનો ભાવ 1812 ડોલર ચાલી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવ હાલ ઘટીને 19.86 ડોલર પ્રતિ ઓર ચાલી રહ્યો છે. જ્યારે પ્લેટિનિયમ ની કિંમત ઊંચી જોવા મળી રહી છે જેમાં 886 ડોલર ની કિંમત થઈ રહી છે જે અગાઉ 0.56 ટકા અગાઉના બંધ થયા ભાવ કરતા ઓછી છે.

રાજ્યમાં સોનાના ભાવની વાત કરીએ તો અત્યારે અમદાવાદ શહેરમાં 53,843 રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે રાજકોટમાં તેનો ભાવ 53,893 રૂપિયા જોવા મળી રહ્યો છે. સુરત સહિત બીજા વિસ્તારોમાં પણ સોનાના આની આજુબાજુમાં જ ભાવ બોલાઇ રહ્યા છે જ્યારે દેશના મુખ્ય શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં અત્યારે સોનાની કિંમત 52,340 રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે ચેન્નાઈમાં 52,480 રૂપિયા સોનાનો ભાવ છે મુંબઈમાં હાલ સોનાની કિંમત 52300 અને કલકત્તામાં 52,340 રૂપિયા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.