જો સોનું ખરીદવું હોય તો આજે જ ખરીદી લેજો નહિતર આવનારા સમયમાં વધી શકે છે ભાવ, જાણો દેશ-વિદેશના સોનાના ભાવ

સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.mcx માં સૌ પ્રથમ સોનાનો ભાવ 50,787 જોવા મળ્યો હતો તે અત્યારે ઘટીને 50,714 ઉપર પહોંચી ગયો છે. આમ વૈશ્વિક બજારોમાં સોમવારે દિલ્હીમાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૃપિયા 42 વધીને 50, 908 પ્રતિ 10 ગ્રામ થયો છે સોનાનો ભાવ 50,865 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો હતો. ચાંદીનો પણ ભાવ વધી ગયો છે.

છેલ્લે જોવા જઈએ તો ચાંદીનો ભાવ 850 રૂપિયા હતો તે વધીને 62, 211 પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ કેટલા 61,361 પ્રતિ કિલો જોવા મળ્યો હતો. એચડીએફસીના વરિષ્ટ કોમોડિટીઝ તપન પટેલ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ 1852 પ્રતિ ઔસ જોવા મળ્યો છે જ્યારે ચાંદી નો ભાવ 22.28 પ્રતિ ઔસ જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે સોનાના ભાવમાં વધતો ફુગાવો નબળા ડોલર ઇન્ડેક્સને કારણે છે.

વર્ષ 2021 અને 2022માં જેમ્સ અને જ્વેલરી નિકાસમાં 55 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જણાવે છે કે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે જેમ્સ અને જ્વેલરી નિકાસમાં 55 ટકા વધારો થઈને 39.15 બિલિયન ડોલર થઇ ગયો છે. જેમ અને જ્વેલરીની નિકાસ 2021 માં 25.40 બિલિયન ડોલર હતી.

નાણાકીય વર્ષ 2021-22 માં માં દેશની સોનાની આયાત 33.34 ટકા હતી જે અત્યારે વધીને 46.10 અબજ ડોલર થઈ ગઈ છે. સત્તાવાર ડેટા અનુસાર જોવા જઈએ તો ભારતમાં સોનાની આયાત 2020-21 માં 34.62 અબજ ડોલર રહી હતી. ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે અમદાવાદ  52520 રાજકોટ 52540 દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે. ચેન્નાઈ 52260 મુંબઈ 52210 દિલ્હી 52210 કલકતા52210

મિસ્ડ કોલ દ્વારા જાણો ગોલ્ડ રેટ તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા જ સોનાની કિંમત સરળતાથી જાણી શકો છો. તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવાનો છે અને તમને તમારા ફોન પર એક સંદેશ મળશે જેમાં તમને નવીનતમ દર જોવા મળી શકે છે. વર્તમાન સમયે સતત વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *