બે યુવકોએ મહિલાને છરી બતાવીને દુષ્કર્મ આચર્યું અને બાદમાં કહ્યું લગ્ન પછી જયારે કહીએ ત્યારે તારે આવવું પડશે

ગોંડલના ભગવતપરામાં રહેતી એક સગીરાને પાડોશમાં જ રહેતા બે શખસે છરી બતાવી અનેકવાર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે. હવે બંને શખસો સગીરાને ‘તારા લગ્ન થઈ જાય પછી પણ જયારે અમે કહીએ ત્યારે અમારી સાથે આવવું પડશે‘ તેવી ધમકી પણ આપી રહ્યા છે. જોકે આ અંગે સગીરાની માતાએ ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી લીધી છે.

ગોંડલના ભગવતપરામાં રહેતી સગીરાને પાડોશમાં જ રહેતા નાઝીર સમીરભાઇ શાહમદાર અને સમીર નામના બે શખ્સે છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા સાત-આઠ મહિના સુધી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬, ૫૦૬, ૨, ૧૧૪ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ પીઆઈ સંગાડાએ હાથ ધરી લીધી છે.

પોલીસના સૂત્રોએ એવું જણાવ્યું હતું કે, ઉપરોક્ત બંને શખ્સ સગીરાને મોબાઈલ ઉપર અનેકવાર ધમકી આપતા રહેતા હતા. મોબાઈલ પર કહેતા રહેતા હતા કે, તારા લગ્ન થઈ જાય પછી પણ અમે તને જ્યારે કહીએ ત્યારે તારે અમારી સાથે આવવાનું છે. પોલીસે મોબાઇલ રેકોર્ડિંગ કબ્જે કરી અને બંને શખ્સને પકડવા શોધખોળ હાથ ધરી લીધી છે.

અગાઉ રાજકોટ શહેરમાં એક પાડોશી શખ્સે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું ત્રણ દિવસ પહેલા જ રાજકોટ શહેરના મુંજકા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જોકે આ મામલામાં મહિલાએ નરાધમના કૃત્યથી કંટાળી અને જાગૃતતા દાખવીને આરોપી ઘરમાં ઘૂસ્યો ત્યારે પતિને ફોન કરીને બોલાવી લેતા નરાધમ ત્યાંથી નાસી ગયો હતો, પરિણીતાને ધમકી આપી અને ત્રણ વખત આરોપીએ દુષ્કર્મ પણ આચર્યું હતું. મુંજકા વિસ્તારમાં રહેતી એક ૨૨ વર્ષની પરિણીતાએ દુષ્કર્મ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એ જ વિસ્તારમાં રહેતા દીપક રાજપૂતનું નામ લખાવ્યું હતું.

દીપક યુવતીની અઢી વર્ષની પુત્રીને મારી નાખવાની ધમકી આપતો હતો પરિણીતાએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, પોતે પોતાના પતિ અને અઢી વર્ષની પુત્રી સાથે રહે છે, દીપક રાજપૂત સાથે ચારેક મહિનાથી તેણીને પરિચય થયો હતો અને બંને વચ્ચે મિત્રતા થતા ફોન પર અવારનવાર વાતચીત થતી રહેતી હતી, દીપક શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો રહેતો હતો અને ધમકી પણ આપતો હતો કે, આપણા સંબંધોના બધા પૂરાવા તારા પતિને બતાવી દઇશ, જો તું સંબંધ નહીં રાખે તો હું તારી અઢી વર્ષની પુત્રીને જાનથી મારી નાખીશ.

Leave a Reply

Your email address will not be published.