સમાચાર

ગોંડલનો આ પરિવાર છેલ્લા દસ વર્ષથી કીડીયારું પુરવાનું કામ કરે છે, કારણ જાણીને તમે પણ કહેશો શું વાત છે…

આપણે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છે કે કીડીને કણ અને હાથીને મણ. નાની એવી કીડીને ખોરાકની શોધમાં ખૂબ જ ફાંફા પડે છે. જ્યારે હાથી ને તો ગમે ત્યાંથી જમવાનું મળી જાય છે. ગોંડલનો એક પરિવાર છેલ્લા દસ વરસથી પોતાના ખર્ચે સુકા નાળિયેર લાવીને તેની અંદર કાણા પાડી ને ગોળ મિશ્રિત લોટ ભરીને કીડીઓને ખોરાક પૂરો પાડે છે.

પ્રવિણાબેન વઘાસીયા જેઓ ગોંડલ શહેરના નગરપાલિકાના પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે. જેઓ આ સતકાર્ય કરવામાં હંમેશા આગળ હોય છે. તેઓ પોતાના ખર્ચે કીડીયારું ભરવા માટે સૂકા નારિયેળ લાવીને તેની અંદર કાણા પાડી ને ગોળ મિશ્રિત લોટ ભરે છે અને તેને જ્યા કીડીઓ ખૂબ જ રહેતી હોય તે જગ્યા જેવી કે કાંટાળી વાળમાં, વૃક્ષોના થડ પર મૂકી આવે છે. જેના કારણે કીડીઓને ખોરાક મળી રહે છે.

પ્રવિણાબેનના સત્કાર્યમાં તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે જોડાયા છે. તેમના પતિ જયસુખભાઇ તેમજ તેમના મિત્ર હેતલબેન પણ આ સત્કાર્યમાં તેમની સાથે જોડાયા છે. છેલ્લા દસ વરસથી ગોંડલના સીમાડે જ્યા ખૂબ જ કીડીઓ જોવા મળતી હોય ત્યાં તેઓ કીડીયારુ ભરે છે.

લોટ સાથે ગોળ મિક્સ કરવાનું પ્રવીણાબેન કારણ જણાવે છે કે ગળી વસ્તુઓ તરફ કીડીઓ વહેલા ચડી જાય છે. જો લોટની અંદર ગોળ મિક્સ કરવામાં આવે તો કીડીઓ તે તરફ આકર્ષાય.પહેલા જ દિવસથી તેઓએ આ પ્રયોગ ચાલુ કર્યો હતો અને આ પ્રયોગ સફળ પણ રહ્યો હતો. બધા જ નારિયેળ ખાલી જોવા મળ્યા હતા. છેલ્લા દસ વર્ષથી તેઓ આ સતકાર્યમાં જોડાયેલા છે. અન્ય કેટલાય લોકો પ્રવિણાબેન પાસેથી પ્રેરણા લઈને આ સત્કાર્યમાં આગળ જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published.