સમાચાર

ચેતી જજો આવી રહી છે ત્રીજી લહેર? ક્યાં મંત્રીએ ત્રીજી લહેરની વ્યકત કરી શક્યતા ?

ગુજરાતમાં ત્રીજી લહેર આવી શકે છે આવા એંધાણ બીજા કોઇએ નહીં પરંતુ ખુદ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યા છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ધડાધડ વધી રહ્યા છે ઓમિક્રોન પણ હવે પગપેસારો કરી ચૂક્યો છે… આ સ્થિતીને જોતા ખુદ રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા વ્યકત કરી છે.

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ત્રીજી લહેરને લઈ સરકાર સજ્જ છે. સાથે જ રાજ્ય સરકારે એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનની મદદથી નજીકની કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મળી શકશે. એટલું જ નહીં આ એપ્લીકેશનની મદદથી ઓક્સિજન બેડ સહિત તમામ માહિતી આ એપ્લિકેશનની મદદથી મળી રહેશે. જેથી નાગરિકોને હોસ્પિટલ શોધવા માટે અગવડ ના પડે તેવી વ્યવસ્થા કરાઈ છે.

નોંધનીય છેકે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 204 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 100 કેસ નોંધાયા છે. જ્યારે કે રાજકોટમાં 36 કેસ. સુરતમાં 23 અને વડોદરામાં 17 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે દર્દીનું મોત નિપજ્યું છે. બીજી તરફ ગુજરાતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 24 કેસ નોંધાયા છે. જેના કારણે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ કેસોનો આંક 73 પર પહોંચ્યો છે.

ઓમિક્રોનના નવા 24 કેસ પૈકી અમદાવાદમાં 13 કેસ. ગાંધીનગરમાં કેસ. રાજકોટમાં કેસ. તેમજ અમરેલી. આણંદ. ભરૂચ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં વધતા કોરોના અને ઓમિક્રોનના વધતા સંક્રમણને લઈને કેંદ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેંદ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કડક પગલા ભરવાના આદેશ કર્યા છે.

તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસોને લઈને કડક પગલા ભરવાની સાથે જરૂર જણાય તો પ્રતિબંધો લગાવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. તો સાથે જ રાજ્યમાં ટેસ્ટિંગટ્રેકિંગ અને વેક્સિનેશન વધારવા માટેના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. વધતા કોરોનાના કેસને લઈને મીડિયા બ્રિફિંગ માટે પણ સૂચનો આપવામા આવ્યા છે.

નોંધનીય છે કે અમદાવાદમાં સૌપ્રથમ કોરોનાના ઓમીક્રોન વેરીએંટથી સંક્રમિત થયેલો દર્દી સ્વસ્થ થયો હતો.  મૂળ ખેડાનો દર્દી લંડનથી દુબઈ થઈને અમદાવાદ આવ્યો હતો. લંડનથી દુબઈ આવ્યા સુધીમાં RTCPR નેગેટિવ હતો. દુબઈથી અમદાવાદની ફલાઈટમાં આવતા સમયે સંક્રમિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *