ગ્રીષ્મા કેસમાં આવ્યા મોટા સમાચાર, ફેનિલની ફાંસીની સજાને પડકારતી અરજી, હાઇકોર્ટે આકરી ટકોર કરી નાખી

સમગ્ર રાજ્ય માં ચકચાર થયેલી ગ્રીસમાં વેકરીયા હત્યા કેસની ઘટના જેમાં આરોપી ફેનીલ ગોયાણી ને સુરત કોર્ટ દ્વારા ફાંસી ના હુકમની અરજી હાઇકોર્ટે એડમીટ કરી છે આ કેસની સુનાવણી હવે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. અરજીમાં સુરત હાઈકોર્ટે ઝડપી સુનાવણી કરવા ટકોર કરી છે.

તમને જણાવી દઈએ કેમ કોટેજ આ સુનાવણી દરમિયાન અરજદાર વકીલે રજૂઆત કરતા સુરત સેશન્સ કોર્ટના હુકમને રદ કરો આ આપેલો હુકમ ભૂલ ભરેલો છે અને તેને આ કેસમાં નિર્દોષ છોડો. જ્યારે આ કેસમાં રાજ્ય સરકારે ફેનિલને ફાંસીની સજા કરવાનું કન્ફર્મેશન કરવા માટે હાઇકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે ફાંસીની સજા જલ્દીથી સંભળાવવામાં આવે તેની રજૂઆત પણ કરવામાં આવી છે.

અરજદારના વકીલને હાઇકોર્ટમાં એવી પણ અરજી કરેલી કે અન્ય કેસમાં ઘણા લોકો જે દોષિત છે અને જે હાલ છેલ્લા 10 થી 15 વર્ષ થી જેલમાં છે અને તેની પણ હજી અરજી પેન્ડિંગ પડેલી છે આવી સ્થિતિમાં તમારી અરજી વહેલા સંભળાવી અને આ કેસને પહેલા પ્રાથમિકતા આપવી તે અશક્ય છે. અને આ કેસ નેમ પ્રથમ પ્રાથમિકતા આપી શકાય નહીં.

આખી આ સમગ્ર ઘટના શું હતી અને સેશન્સ કોર્ટે શું હુકમ કર્યો હતો તે પણ તમને જણાવીએ. મે મહિનામાં સુરત કોર્ટે આરોપી ફેનિલ ગોયાણી ને ફાંસીની સજા ફટકારી હતી જે બાદ કોર્ટનું અવલોકન એમ હતું કે આ એક કેસ રેડ પ્રકારનો કેસ છે અને આવા ગુના માં દોષિતને ખૂબ જ આક્રમ આકરી અને કડકમાં કડક સજા આપવી જરૂરી છે જ્યાં દોશી એક કસાઈની જેમ ખૂન કરી નાખે ગ્રીષ્મા નું ગળું કાપીને ઘાતકી હત્યા કરે. આ કેસમાં જજે પણ કહ્યું હતું કે પોતાના 28 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન આવો કેસ જોવા મળ્યો નથી.

સુરત ના કામરેજ વિસ્તારમાં એક તરફી પ્રેમને કારણે 21 વર્ષીય ફેનીલ ગોયાણીએ 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયાની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ સમગ્ર ઘટના ચકચાર બની હતી. અને પોલીસે પણ તાબડતોડ રીતે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને અંદાજિત 2500 પાનાંની ચાર્જશીટ તૈયાર કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published.