Big News: આ તારીખે આરોપી ફેનિલને મળશે સજા, શું હત્યારાને ફાંસીની સજા થશે? કોર્ટ આ તારીખે સજા સંભળાવશે

સુરતમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેર જનતા વચ્ચે ગળું કાપી કરુણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ચુકી છે. બન્ને પક્ષ તરફથી બધી દલીલો પૂર્ણ થઈ ગઈ છે, જેથી સંભવત: હવે આ કેસનો ચુકાદો કોર્ટ આગામી ૧૬ એપ્રિલના રોજ જાહેર કરે એવી શક્યતા રહેલી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ એવું જણાવ્યું હતું કે પોલીસ સહિતની અન્ય ન્યાયિક પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી છે.

જેથી આગામી સમયમાં આરોપીને આકરામાં આકરી સજા થાય એવી ઘણી બધી માગ કરવામાં આવી રહી છે. બીજી તરફ બચાવ પક્ષે સતત ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો ચાલુ હતી હતી, જેમાં ફેનિલને ફસાવવા માટે ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી હોવાની પણ દલીલો કરવામાં આવી હતી. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો પણ કરી લીધી હતી.

સતત ત્રણ દિવસ દલીલો કરવામાં આવી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં એવું જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર ૭ જ દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરી અને રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં બધા નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ પણ ઊભુ થયું છે. જેથી ઘણા સાક્ષીઓ પણ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર થતા નથી.

ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં કુલ ૧૯૦ સાક્ષીમાંથી ૧૦૫ સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે અન્ય ૮૫ સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ પણ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની બધી કેસની કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવત ૧૬મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.

સુરતમાં કામરેજના પાસોદરા વિસ્તારમાં ગત ૧૨ ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની દીકરીની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી અને ઘાતકી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં જ તરત જ પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી લીધા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ ફેનીલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published.