ગ્રીષ્મા હત્યા કેસમાં અલ્પેશ ઠાકોરનું સૌથી મોટું નિવેદન આપ્યું, કહ્યું હું હોત તો તો તેને ત્યાંને ત્યાં જ…, 200 લોકો ઉભા હતા…

૧૨ ફેબ્રુઆરીના રોજ સુરતમાં સરાજાહેર એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલે ગોયાણીએ દીકરી ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી. આ મામલે સેશન્સ કોર્ટ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જો કે સજાની સુનાવણી માટે તારીખ પર તારીખ પાડવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એક ખુબ જ મહત્વનું નિવેદન આપ્યું છે, કે ‘જો હું ત્યાં હોત તો શૂટ કરી દેત’

હમણા થોડા દિવસથી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં આવતા રહે છે. ત્યારે ફરી એકવાર ગ્રીષ્મા હત્યા કેસ મામલે અલ્પેશ ઠાકોરે એક મોટું નિવેદન આપ્યું છે. તેઓએ એવું જણાવ્યું કે ‘જો હું ત્યાં હોત તો શૂટ કરી દેત, ઘટના સ્થળે ૨૦૦ લોકો ઉભા હતા અને ૧ કલાક સુધી આ બધું ચાલ્યું હતું. આ આપણું ગુજરાત રાજ્ય છે, રિવોલ્વરના લાયસન્સની કોઈ ચિંતા નથી ,પણ દીકરીઓ માટે જેલમાં રહેવા હું તૈયાર છું તેમ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું.

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે ફરી એકવાર સજાની સુનાવણી ટળી ગઈ છે. હવે આ કેસમાં કોર્ટ ૫ મેના રોજ સજા સંભળાવી દેશે. પરંતુ મુખ્ય સરકારી વકીલ નયનભાઇ સુખડવાલા કોર્ટમાં હાજર ન હોવાથી મુદત પાડવામાં આવી છે. મહત્વનું તો એ છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં ૧૮૮ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસમાં ૨૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પોલીસે માત્ર ૭ જ દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ તૈયાર કરી દીધી હતી.

મહત્વનું તો છે કે અલ્પેશ ઠાકોર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેતા હોય છે. અગાઉ પણ જયારે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ રાજ્યમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી હતી. તે સમયે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરીયા ગામે હાજર રહ્યા હતા. આ યાત્રા અંતર્ગત બોલતા તેમની નારાજગી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેમને એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતની ગાદી કોઈના પણ બાપની જાગીર નથી.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.