સમાચાર

ગ્રીષ્માની શ્રદ્ધાંજલિ સભા: તેરી લાડકી… ગીત ગાતા ગ્રીષ્માની બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, ભાવુક થઈ ગ્રીષ્માના પિતાને બાથભરીને રડી પડ્યા

શ્રદ્ધાંજલિ સભામાં ગ્રીષ્માને યાદ કરતાં બહેનો સહિત પિતરાઈ ભાઈઓ રડી પડ્યા હતા.ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ આજે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

આ કેસના આરોપી ફેનિલ ગોયાણીને ફાસ્ટ ટ્રેક કોર્ટે 5 મેના રોજ દોષિત ઠેરવ્યો હતો અને ફાંસીની સજા ફટકારી હતી. ગ્રીષ્મા વેકરિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેરી લડકી ગીત ગાતી વખતે ગ્રીષ્માની બહેનો પોતાના આંસુ રોકી શકી ન હતી અને ત્યાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

શ્રધ્ધાંજલિ સભામાં ” તેરી લાડકી મેં “ગાયું કે તરત જ વાતાવરણ ગમગીન બની ગયું. ગ્રીષ્મા સાથે ન્યાય થયો છે તેવી ભાવના સાથે વેકરિયા પરિવારે આજે રામધૂન સહિત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ વખતે આગેવાનોની હાજરીમાં ગ્રીષ્માના પિતરાઈ બહેન એ તેરી લડકી ગીત ગાઈને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા. જો કે, જે બહેન ગીત ગાતી હતી તે આખું ગીત ગાઈ શકી ન હતી અને ગળે ડૂમો બાઝી જતા ગ્રીષ્માના પિતા ને બાઝી ને રડી પડી હતી..જેના કારણે ત્યાં હાજર તમામ લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ જણાવ્યું હતું કે, “મને ખુશી છે કે આજે અમારી વહાલી દીકરીને ન્યાય મળ્યો, પરંતુ તે અમારાથી હંમેશા દૂર જતી રહી તેનું દુઃખ કાયમ રહેશે.રાજ્ય સરકાર અને પોલીસ વિભાગના અધિકારીઓ સહિત તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે કે અમને આ મામલે ઝડપી ન્યાય મળે.

ઘટના શું હતી? ગ્રીષ્મા વેકરિયા સાથે એકતરફી પ્રેમ પ્રકરણમાં પાગલ બનેલા ફેનિલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદ્રામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનીલને પોલીસે હોસ્પિટલમાંથી મુક્ત કરી કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા.બાદમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે પોલીસ પુરાવાના આધારે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published.