સમાચાર

ગ્રીષ્માને તો ન્યાય મળી ગયો પરંતુ નિખિલ મર્ડર કેસમાં હત્યારાઓ હજુ સુધી પોલીસથી દુર…ક્યારે મળશે ન્યાય?

નિખિલ ધામેચા હત્યા કેસ માં આજે સાડા છ વર્ષ પછી પણ પરિવાર માટે ન્યાય તો દૂર છે, પરંતુ તેમના વહાલા પુત્ર નિખિલ ધામેચાના હત્યારા કોણ છે તે પણ તેઓ જાણતા નથી કારણ કે હજુ સુધી આરોપીઓ પકડાયા નથી! શું હતી સમગ્ર ઘટના? મોરબીમાં રહેતા એક સામાન્ય પરિવારનો 13 વર્ષીય પુત્ર નિખિલ પરેશભાઈ ધામેચા જે મોરબીને સૌરાષ્ટ્રનું પેરીસ કહે છે ત્યાં તેઓ દરજી કામ કરીને રોજીરોટી મેળવતા હતા.

તે તપોવન શાળામાં અભ્યાસ કરતો હતો અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ગુમ થઈ ગયો હતો. તેની શાળા પાસે તેની સાયકલ મળી આવી હતી. મોરબી ડીવીઝન પોલીસે તાત્કાલિક અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે નિખિલને એક અજાણી વ્યક્તિ સાથે બાઇક પર જતા જોયો હતો અને સીસીટીવી ફૂટેજમાં નિખિલ જેવો બાળક એક્ટિવા સ્કૂટર પાછળ બેઠો હતો.

જો કે, ફૂટેજમાં બંનેના ચહેરા નિસ્તેજ દેખાતા હતા અને અન્ય કોઈ માટે તે કહેવું અશક્ય હતું. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.મોરબી જિલ્લાના તમામ બ્લેક એક્ટિવા માલિકોને બોલાવી તમામ પાસાઓની દિવસ-રાત તપાસ કરવામાં આવી હતી પરંતુ તત્કાલિન એસપી જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા તેમજ પિંક વ્યાસની ટીમે દિવસ-રાત મહેનત કરી હતી.

ત્યારપછી કોઈ સફળતા ન મળી અને ત્રણ દિવસ પછી ગુમ થયેલા નિખિલનો મૃતદેહ રામઘાટ પાસે એક બોરીમાંથી મળી આવ્યો. મામલો આગળ વધતાં માસૂમ નિખિલની ચપ્પુના 11ના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. નિર્દોષ નિખિલ અને તેના પરિવારને કોઈની સાથે દુશ્મની નહોતી. એવું સામાન્ય જીવન જીવી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બીજી તરફ પોલીસને પણ આ અંગેના કોઈ પુરાવા મળ્યા નહીં.

નિખિલના પરિવારજનોએ આ અંગે ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆતો પણ કરી હતી, પરંતુ કાયદાની મંજુરી વિના નાર્કોટેસ્ટ શક્ય ન હોવાથી પોલીસ અહીં તપાસ પુરતી જ સીમિત રહી હતી. નિર્દોષ નિખિલના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની સાત અલગ-અલગ ટીમોએ દિવસ-રાત કામ કર્યું હતું પરંતુ સફળતા મળી ન હતી અને તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી.

આવા અનેક સવાલોના જવાબો હજુ પણ નિખિલની હત્યાની ફાઈલમાં અકબંધ છે.હવે નજીકના ભવિષ્યમાં જો નિખિલની આત્મા તેના હત્યારાઓને ઝડપી પાડે તો જ તેના જવાબ સામે આવે તેમ છે.આજે આવા ગુનેગારોને એક પછી એક સજા મળી રહી જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ સામાન્ય જીવન જીવનારાં નિખિલના પરિવારજનો માટે આ ઘટના ખૂબ જ દુઃખદ હતી. ના કોઈ સાથે લેવાદેવા, ના દુશમનાવટ છતાં પણ તેઓએ પોતાનો માસુમ દીકરો ગુમાવ્યો હતો.નિખિલ નો પરીવાર હજુ પણ સરકાર સાથે આશા બાંધી રહ્યો છે કે તેમના પુત્ર ને ન્યાય મળશે..

Leave a Reply

Your email address will not be published.