ગૃહમંત્રી મેયર પર ગુસ્સે થયા, તિરંગાયાત્રાની ભીડમાં જ હર્ષ સંઘવીએ મેયરને કહી નાખ્યું એવું કે ખુદ CM પણ જોતા જ રહી ગયા… Gujarat Trend Team, August 10, 2022 સોમવારે યોજાયેલી વડોદરામાં તિરંગા યાત્રામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મેયરપર ગુસ્સે થઈ ગયા હતા અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ના મેયર કેયુર રોકડિયા ને કહી નાખ્યું હતું એવું કે… વીડિયો જોઈને ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. આ સમગ્ર ઘટના બની ત્યારે ત્યાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા અને તે તો આ જોઈને ચોકી જ ગયા હતા. વિગતવાર તમને જણાવી દઈએ કે યાત્રા દરમિયાન ભીડમાં ટોળા ને કારણે મેયર નો ધક્કો ગૃહ મંત્રીને લાગ્યો અને તેમનો ધક્કો મંત્રીને લાગ્યો હતો જેથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મેયર કેયુર રોકડિયા પર ગુસ્સે ભરાઈ ગયા હતા અને ચોખ્ખે ચોખ્ખું કહી નાખ્યું હતું કે દૂર ઊભા રહો ભાઈ… આ સાંભળીને મેયર કેયુર રોકડિયા તો સ્તબ્ધ થઈ ગયા હતા અને આજુબાજુમાં લોકો ઉભેલા પણ હર્ષ સંઘવીને જોઈ રહ્યા હતા. જોકે બાદમાં મેરે તાત્કાલિક બધાને દૂર ખસી જવા કહી દીધું હતું પરંતુ આ સમગ્ર ઘટના નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કેટલાક લોકો આ વિડીયો ઉપર અલગ અલગ પ્રકારની ટીપાણી કરી રહ્યા છે. દોસ્તો તમને જણાવી દેવી હોય તો વડોદરા ના મેયર કેયુર રોકડિયા સતત વિવાદોમાં જોવા મળે છે થોડા મહિના અગાઉ જ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માં પ્રમોશનલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડોદરા મેયર કેયુર રોકડીયાને ઢોરોના મુદ્દે રોકડું પરખાવી દીધું હતું. અને સીઆર પાર્ટી ચોખ્ખું કહી દીધું હતું કે હવે તમે મિટિંગ બંધ કરો મને લાગતું હતું કે તમે યુવાનો છો એટલે કામ એકદમ ઝડપી થશે પરંતુ આટલું બધું ધીમું નહીં ચાલે તેમ કરીને ઘરે ખોટું સંભળાવી પણ દીધું હતું. સમાચાર