સમાચાર

રાજ્યમાં આવી રીતે કોરોનાના વધ્યા કેસ અમદાવાદમાં ચિંતાનો વિષય

જો આમ ને આમ કેસો વધ્યા તો સૌથી મોટો ચિંતાનો વિષય ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના કેસો નો રાફડો ફાટયો છે. અને એકટીવ કેસની સંખ્યા 2500 આસપાસ પહોંચી ગઈ છે હાલમાં રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 237 નોંધાઇ છે જેમાં સતત વધારો થઇ રહ્યો છે હાલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી ૧૧ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

જ્યારે 360 દર્દીઓની હાલત સ્થિર જોવા મળી રહી છે જોકે જોકે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની જો વાત કરીએ તો 8,18,589 લોકો કોરોનાથી સાજા થયા છે જોકે સરકાર કોરોના ને નાબુદ કરવા માટે વેક્સિનેશન પર ભાર આપી રહી છે જેમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,32,392 લોકોને વેક્સિનના ડોઝ અપાયા છે

જો કે સારી વાત એ વાત પણ છે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો એકપણ કેસ નોંધાયો નથી ગુરુવારે પૂર્ણ થતાં ૨૪ કલાકમાં કોરોના નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 269 કેસ નોંધાયા છે તો સુરત કોર્પોરેશન વિસ્તારમાં 74 કેસ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 10 કેસ

વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 41 કેસ જ્યારે રાજકોટ ગ્રામ્ય 18 ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 16 કેસ , આ ઉપરાંત કચ્છમાં 16 વલસાડમાં 15 આણંદમાં 14 ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં ૧૦ અમદાવાદ મહીસાગર વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નવ-નવ કેસ નોંધાયા છે જ્યારે ભરૂચ ખેડા નવસારીમાં પણ 8-8  કેસ નોંધાયા છે.

આ ઉપરાંત જામનગર કોર્પોરેશન વિસ્તારમાં ૭ કેસ અમરેલી અને મહેસાણામાં પાંચ-પાંચ પંચમહાલ અને સુરતમાં ચાર ચાર કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગર ગ્રામ્ય અને મોરબી વિસ્તારમાં ત્રણ ત્રણ કેસ જૂનાગઢ અને સાબરકાંઠામાં બે કેસ દેવભૂમિ દ્વારકામાં 1, ગીર સોમનાથમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સુરેન્દ્રનગરમાં 1 એમ કુલ 573 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને પ્રથમ અને 597 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષ કે તેનાથી વધારેના 7961 નાગરિકોને રસીનો પ્રથમ અને 49341 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29797 નાગરિકોને રસીનો પ્રથમ અને 144689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે ગુરૂવારે પૂરા થતા ચોવીસ કલાકના સમયમાં કુલ 2,32,392 રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,92,47,220 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *