પાંચ દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધી, આ વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા… Gujarat Trend Team, May 7, 2022 છેલ્લા પાંચ દિવસથી અસહ્ય ગરમી બાદ શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ગરમીમાં 2 ડિગ્રી જેટલો વધારો થયો હતો. દિવસભર અસહ્ય ઉકળાટ સાથે ગરમી ની જાણે વર્ષા થઈ હતી..મહેસાણામાં 40.3 ડિગ્રી, ઇડર અને પાટણમાં 40.5 ડિગ્રી, ડીસામાં 40.6 ડિગ્રી, ઇડરમાં 40.5 ડિગ્રી અને મોડાસામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમગ્ર ઉનાળાની ઋતુ દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ હવામાનમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં તાજેતરના વરસાદ બાદ ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે સાબરકાંઠામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં વરસાદ પડ્યો હતો. દિવસભર ના ઉકળાટ, ગરમી બાદ સાંજે 5 કલાકે ખેડબ્રહ્મા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેડબ્રહ્માના પશ્ચિમ વિસ્તારના પાટડી, મટોડા સહિતના ગામોમાં દસ મિનિટ સુધી એકાએક વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે શનિવારે ઉત્તર ગુજરાત માં હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ વાતાવરણમાં બદલાવના કારણે અસહ્ય ગરમી સામે ઝઝૂમી રહેલા લોકોને થોડી રાહત મળી છે. તાજેતરમાં રાજકોટના ગોંડલ, કોટરા સાંગાણી અને જામનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે ગઈકાલે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.બપોરના 3 વાગ્યા બાદ ખેડબ્રહ્મા નજીકના મટોડા ગામમાં વરસાદ પડ્યો હતો. તો ધોમધખતા તાપમાં અકાળે વરસાદ પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો છાશ, લીંબુ શરબત અને ઠંડા પીણા પીને રાહત મેળવે છે. વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી હતી. સાબરકાંઠા જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ બપોરના સમયે કમોસમી વરસાદથી લોકોને રાહત મળી હતી. કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ વિચારી રહ્યા છે. ત્યારે એકાએક વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો કોઈ ઠેકાણો રહ્યો ન હતો. શુક્રવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ઝરમર ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમાચાર