થઈ જજો સાવધાન આખરે ક્યાં નોંધાયા સૌથી વધુ કોરોનાના કેસ
ગુજરાતમાં કોરોના ફરી એકવાર કોરોના કેર વર્તાવી રહ્યો છે. તો ઓમિક્રોનની સાથે મોટી સંખ્યામાં કોરોનાના કેસ પણ નોંધાયા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે શું ગુજરાતમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે કંઈક આવા જ સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે રાજ્યમાં ૧૮૦ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે
છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં 548 કેસો સામે આવ્યા છે જ્યારે એક દર્દીનું મોત થઈ ગયું છે જ્યારે 65 લોકો સાજા થયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 8,01,505 થઈ ગઈ છે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 10116 લોકોના મોત થઇ ચુક્યા છે ત્યારે સારવાર બાદ 818 477 લોકો સાજા થયા છે. ગુજરાતમાં નોંધાયેલા કેસની જો વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ 265 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
આ ઉપરાંત સુરત શહેરમાં 72 વડોદરામાં 34 આણંદમાં 23 ખેડામાં 21 રાજકોટમાં 20 અમદાવાદ ગ્રામ્યમાં 13 કચ્છમાં ૧૩ વલસાડમાં 9 સુરત ગ્રામ્યમાં 8 મોરબીમાં 7 નવસારીમાં 7 રાજકોટ ગ્રામ્યમાં 7 ભરૂચમાં 6 ગાંધીનગરમાં 6 ભાવનગરમાં પાંચ વડોદરા ગ્રામ્યમાં પાંચ મહીસાગર મહેસાણા સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર શહેર જામનગર ગ્રામ્યમાં બે જ્યારે અમરેલી ભાવનગર ગ્રામ્ય નર્મદા અને પંચમહાલમાં એક એક કેસ સામે આવ્યો છે.
જ્યારે પોરબંદરમાં એક વ્યક્તિનું મોત થયું છે. તો આ ઉપરાંત ગુજરાતમાં ઓમિક્રોનના 19 કેસ નોંધાયા છે આમ ગુજરાતમાં ઓમિક્રોની સંખ્યા 97 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં omicron માંથી 41 લોકો સાજા થયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના નવા આઠ કેસ વડોદરામાં 3 સુરતમાં 6 આણંદમાં બે કેસ નોંધાયા છે ગુજરાતમાં કોરોનામાં એક્ટિવ કેસની સંખ્યા 1902 થઇ છે જ્યારે 11 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના ના કારણે અત્યાર સુધીમાં 10,116 લોકોના મોત થયા છે જ્યારે સારવાર બાદ 818487 લોકો સ્વસ્થ થયા છે રાજ્યનો રિકવરી રેટ ૯૮.૫૫ ટકા થયો છે.