સમાચાર

ચાલો તમને જણાવી દઈએ કે ગૂજરાત ઓમિક્રોંન વાઇરસ સામે લડવા કેટલું તૈયાર છે. આ આફત પહેલાં ની તમામ માહીતી જાણો

ગુજરાતમાં આ ખતરનાક વાઇરસ એટલે કે ઓમિક્રોન આવી ચૂક્યો છે. અને છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 16 કેસ સામે આવી ગયા છે. અને હવે આ આકડો વધતા ની સાથે કુલ આંકડો 30 પર પહોંચ્યો છે. પરંતુ હવે સવાલ તે ઉભો થાય છે કે શું ગુજરાત ઓમિક્રોન સામે કેટલું તૈયાર છે? ગૂજરાત માં દરેક જગ્યાએ ઓમિક્રોન વાઇરસ નો ડર જોવા મળી રહ્યો છે. વડોદરામાં કાલે ઓમિક્રોનના 7 કેસ નોંધાતા લોકો માં ડર નો માહોલ વધી ગ્યો છે. અને તમને જણાવી દઈએ કે કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો પણ થઇ રહ્યો છે. છેલ્લાં 6 મહિના બાદ 111 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં ગભરાટ નો માહોલ બની ગયો છે.

ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર સતર્ક થઈ ચૂક્યું છે. ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે છે. તેવું જાણવા મળી રહ્યું છે. અને કુલ 87959 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી ચુકી છે. તમને જણાવી દઈએ છે કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના નવા 358 કેસો આવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતના મહાનગરોમાં ઓમિક્રોન સામે લડવા તૈયાર છે. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16 કેસ સામે આવતા 30 પર આંકડો પહોંચી ગયો છે. 25 ઓમિક્રોન પેસન્ટ હાલ સારવારમાં છે. 5 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અને તે ઘરે પરત કરી દેવામાં આવ્યા છે.

અને તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે થોડા સમય પહેલા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ પડ્યા છે. 6298 ICU બેડ, 48744 ઓક્સિજન બેડ, 19763 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે 597 વેન્ટીલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રેમડેસિવીરનો 334973 સ્ટોક પણ ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે. રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી પણ છે. અને તમને જણાવી દઈએ કે તેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરી છે.

ગુજરાતમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ 40,31,455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. જે આકડો ખુબ જ મોટો છે. તમે કહેવું ખોટુ નથી. અત્રે નોંધવા જેવી બાબત છે કે કોરોનાની ત્રીજી લહેરની સ્થતિ ઉભી થતા કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના પણ આપવામાં આવી છે.

આ ગાઈડ લાઈન પ્રમાણે સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હશે તો સ્થિતિ અતિગંભીર ગણવામાં આવશે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 40 ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ ગણવામાં આવશે. અને જ્યાં જરૂર પડે ત્યાં ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ કહેવામાં આવ્યું છે. અને હોસ્પિટલોમાં દવા અને પૂરતી સંખ્યામાં સ્ટાફ રાખવા અને હોસ્પિટલ સ્ટાફને પુરતી તાલીમ આપવા આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *