સમાચાર

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતી કરી મોટી આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ…

ગુજરાતમાં ક્યારે વરસાદ બધા જ વિસ્તારમાં ખૂબ જ જામ્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે એમ કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે જ્યારે બફારો વધ્યો છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સાથે ૨૪ કલાકમાં દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદ નહીં થાય તેનું પણ જણાવવામાં આવ્યું છે. આજ સવારથી જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી સુરત ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના નિષ્ણાત એવા મનોરમા મોહંતી ના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

જ્યારે બીજા વિસ્તારમાં સામાન્ય તથા હળવો વરસાદ પડવાની આગાહી કરી હતી કે આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી જેમાં વલસાડ દાદરા નગર હવેલી નવસારી-સુરત વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે શ્રી આગાહી જાહેર કરવામાં આવી હતી.

21 જૂન સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે હાલ વરસાદ સુરતમાં ધબ્ડાશાટી બોલાવી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો ત્યાં છૂટો છવાયો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની આગાહી ત્યાં કરવામાં આવી નથી.

દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં પલટો શનિવારની સવારથી જ આવ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે હાય ખુશીના સમાચાર થઈ શકાય વાવણી લાયક વરસાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.