જેઠાલાલ અને સમગ્ર ગુજરાતીઓને ભાવતું ઉબાડિયું, મટકા મિક્સ વેજ કેવી રીતે બને છે જુઓ રેસીપી, એકવાર ચાખશો તો દીવાના બની જશો…

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે જરાપણ નથી. ખાવાનું નામ લેવામાં આવે અને મોઢામાં પાણી ન આવી જાય એવું ભાગ્યે જ બને છે! કહેવાય છે કે, “સુરતનું જમણ અને કાશીનો મરણ.” અને ખરેખર આ કહેવત સાચી પણ સાબિત થાય છે.

સુરત હવે તેની નવીન વાનગીઓ અને તેના વિવિધ સંયોજનો માટે પ્રખ્યાત છે. પરંતુ આજે આપણે સુરતની નહીં પણ વલસાડ જિલ્લાની વાત કરી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ઉંબડિયાની વાત કરવામાં આવે તો તેના ચાહકો તેને ખાવાથી ભાગ્યે જ રોકી શકે છે. ચાલો આજે જોઈએ કે આ ઉંબાડિયું કેવી રીતે બને છે. અને તેને ખાવા માટે લોકો દૂર-દૂરથી કેમ આવે છે.

ગુજરાતી ભોજનનો સ્વાદ જ અલગ છે.તેમાં ખાસ મોસમી વાનગીઓ પણ છે.ઠંડીની શરૂઆત થતાં જ કચરિયા, ઉંધીયુ, ઉંબાડીયા વગેરેની શરૂવાત થઈ જાય છે.પણ ચૂલા પર પકાવતા આંબડિયાનો સ્વાદ જરા હટકેજ હોય છે. તેની વિશેષતા એ છે કે તે ગેસ પર બનાવવામાં આવતું નથી. તેને બનાવવા માટે વિવિધ શાકભાજીઓ નો ઉપયોગ કરવામાં બ આવે છે.

પરંપરાગત રીતે તે માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદવામાં આવે છે અને તેમાં સૂકા પાંદડા, લાકડા મૂકવામાં આવે છે, જેમાં શાકભાજીથી ભરેલું માટલું મૂકવામાં આવે છે અને તેને મધ્યમાં શેકવામાં આવે છે.

સામગ્રી:- દાણાવાળી પાપડી લીલી મરચી આદુ-મરચાં સુરતી કંદ(રતાળુ) અજમો આંબા હળદરની બનેલી ચટણી મિડિયમ સાઈઝના બટાકા શક્કરિયા કોથમરી લીલી હળદર મીઠું સ્વાદાનુસાર સૂરણ(નાંખવું હોય તો) આટલી વસ્તુઓ હશે તો જ ઉંબાડિયું સ્વાદિષ્ટ

આ વસ્તુઓ હશે તો જ વાનગી સ્વાદિષ્ટ બનશે.વળી, જો કોઈ પાપડી લેવાને બદલે વલસાડ જિલ્લામાં મળતી કાળા વાળવાળી પાપડી લેવામાં આવે તો આંબડિયા પણ વધુ સ્વાદિષ્ટ બને છે. ચટણી બનાવવાની રીત :- લીલા મરચાં અને આદુ મરચાંને વાટી લો. તેમાં જરૂરી માત્રામાં મીઠું અને સ્વાદ પ્રમાણે ઉમેરો. આંબા હળદરની ચટણી અને લીલી હળદર ઉમેરો. નોંધઃ- જો તેમાં વધુ તીખું હોય તો ખાવાની વધુ મજા આવે છે.

ઉંબાડિયું બનાવવાની રીત સૌથી પહેલા તમારે નાના બટેટા આવે છે એ માપના બધા શાકના કટકા કરી લેવાના છે. તેમાં કાપ મુકીને તૈયાર કરેલી ચટણી ભરી દેવાની છે. બીજી તરફ એક ભીના ટુવાલમાં તમારે પાપડીને થોડીવાર માટે પોટલી બાંધીને રાખવાની છે. આમ કરવાનું કારણ એને થોડો ભેજ મળે એ હોય છે. ત્યારબાદ પાપડીમાં પણ ચટણી ભરી દેવી.

હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું ભભરાવી બરાબર હલાવી લો. ત્યારબાદ માટલામાં ભરી તેને ખાખરાના પાનથી બરાબર ચુસ્ત રીતે બંધ કરી દેવું. પછી માટલાને ઊંઘુ ખાડામાં રાખી તેના પર લાકડા અને પાન સળગાવવામાં આવે છે. આમ ચાલીસથી પિસ્તાલીસ મિનિટમાં સ્વાદિષ્ટ ઉંબાડિયું તૈયાર થઈ જાય છે.

રસ્તાની બંને બાજુએ ઉંબાડિયાના સ્પેશિયલ સ્ટોલ:- દક્ષિણ ગુજરાતના લોકોની ઉંબાડિયું બનાવવાની રીત જ કાંઈક હટકે હોય છે. અને તેથી જ લોકો મોટી સંખ્યામાં ઉંબાડિયું ખાવા માટે આવે છે. અહીં લોકો શિયાળા દરમિયાન રસ્તાના કાંઠે ઉંબાડિયાના સ્પેશિયલ સ્ટોલ ઉભા કરીને ઉંબાડિયું વેચે છે. જેથી તેઓને સારી આવક પણ થાય છે અને લોકોને કુદરતી સ્વાદથી ભરપૂર ઉંબાડિયું ખાવાની મોજ પડી જાય છે.

જો તમે પણ દક્ષિણ ગુજરાતમાં ફરવા જાઓ તો ઉંબાડિયું અચુક ખાજો. અથવા તો એક વખત ઘરે બનાવવાનો પ્રયાસ કરજો. શિયાળાની ઋતુમાં તો વલસાડ જિલ્લામાં દાખલ થતાં જ સડકને બંને કિનારે ઉંબાડીયાની દુકાનો જોવા મળશે. કેટલાંય લોકો તો ત્યાં બેઠાં બેઠાં ખાય છે અને સાથે સાથે પાર્સલ પણ કરાવીને ઘરે લઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.