હવામાન વિભાગે કરી મોટી આગાહી જાહેર, દરિયામાં લો પ્રેસર સીસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક રાજ્ય માટે ખુબ ભારે…

હાલમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં જરૂરિયાત કરતા વધારે વરસાદ વરસી ચુક્યો છે એટલે કે 60 થી 80% વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાંધીનગર અને અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી ત્રણ દિવસમાં હજુ વરસાદનું જોર વધવાની સંભાવના બતાવવામાં આવી છે જુનાગઢ,અમરેલી ગીર, સોમનાથમાં શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાય છે. આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ વરસવાને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદને લઈને વાત કરીએ તો સુરત નવસારી વલસાડ, તાપી, દમણ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમરેલી, પોરબંદર, દિવ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અન્ય 14 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

જાણો સમગ્ર ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો? છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 51 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 47 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકા અને વલસાડના કપરાડામાં સૌથી વધુ 15 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ, આજે 14 જુલાઇ 2022ના રોજ સવારે 06.00 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન વાંસદા તાલુકામાં 394 મી.મી., કપરાડામાં 377 મી.મી. બંને તાલુકામાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુર 340 મીમી, પારડી 286 મીમી, સુબીર 270 મીમી, વાપી 260 મીમી, વઘઈ 247 મીમી, ખેરગામ 229 મીમી, ડોલવણ 226 મીમી, ઉગરગામ 214 મીમી.. કુલ આઠ જિલ્લામાં નવ ઈંચ વરસાદ પડ્યો છે.

જ્યારે નાંદોદ તાલુકામાં 199 મીમી, ડાંગ (આહવા) 193 મીમી, ડભોઈ 183 મીમી, કરજણ 144 મીમી, વલસાડ 123 મીમી, સુત્રાપાડ અને કોડીનાર 118 મીમી, ગીર ગઢડા અને વાલોડમાં 113 મીમી વરસાદ નોંધાયો છે. કુલ નવ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત દેડિયાપાડા તાલુકામાં 111 મીમી, ચીખલી અને વંથલીમાં 98 મીમી, ગોધરા 95 મીમી, વિસાવદર 91 મીમી, કેશોદ 90 મીમી, તારાપુર 89 મીમી, માંગરોળ 88 મીમી અને કડાણા 87 મીમી વરસાદ નોંધાયો છે. મહુવામાં 85 મીમી, નવસારી 84 મીમી, ખંભાત 83 મીમી, ગણદેવી 82 મીમી, નેત્રંગ અને જાંબુઘોડા 80 મીમી, ઉના 74 મીમી, છોટા ઉદેપુર 71 મીમી, જલાલપોર 70 મીમી, પોરબંદરમાં 67 મીમી, સાંતલપુરમાં 65 મીમી, અમરેલીમાં 64 મીમી,

કલ્યાણપુર અને માળીયામાં 61 મીમી, વેરાવળમાં 60 મીમી, સાગબારામાં 59 મીમી, વડિયામાં 58 મીમી, જેતપુરમાં પાવીમાં 58 મીમી વરસાદ નોંધાયો છે. 57 મીમી, જામકંડોરણા અને પલસાણા 56 મીમી, વ્યારા 54 મીમી, ધારી અને વિજાપુર 53 મીમી, જંબુસરમાં 51 મી.મી. અને પાટણમાં 34 તાલુકામાં 50 મીમી, 02 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે રાજ્યના કુલ 40 તાલુકામાં 01 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 51 ટકા નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ પ્રદેશમાં 97.76 ટકા, દક્ષિણ ગુજરાત પ્રદેશમાં 64.36 ટકા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 51.18 ટકા, પૂર્વ ગુજરાતમાં 41.10 ટકા અને ઉત્તર ગુજરાતમાં 27.48 ટકા નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *