ગુજરાતી યુવકનું USA માં હત્યા, પોતાના જ સ્ટોરમાં યુવકની હત્યા થઇ, કારણ જાણીને ચોકી જશો…

ગુજરાતીઓની વિદેશ જવાનો ખૂબ જ ચસકો લાગ્યો છે. વધુ પૈસા કમાવા માટે વિદેશ જઈ રહ્યા છે પરંતુ કેટલા કેટલાય સમયથી વિદેશમાં ગુજરાતીઓને વારંવાર લૂંટેરાઓ એ નિશાન બનાવીને લૂંટ મચાવી છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમેરિકામાં એક ગુજરાતી ની હત્યા કરવામાં આવી છે.

અમેરિકામાં રહેતા પ્રયેસ પટેલની લૂંટારુઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગુજરાતીઓની વાત કરીએ તો ત્યાં ખૂબ જ ગુજરાતીઓ વસવાટ કરે છે પરંતુ ત્યાં આપણા ગુજરાતીઓ સુરક્ષિત નથી એવા કેટલા બધા પુરાવાઓ મળ્યા છે. તેની વચ્ચે અમેરિકામાં એક ગુજરાતીનું મોત થયું છે.

અમેરિકામાં રહેતા ગુજરાતી પ્રેયસ પટેલ જેઓ મૂળ આણંદના સોજિત્રા ગામના છે. અમેરિકાના વર્જિનિયા માં કિન્ક્રીક પાર્ક વે 1400 બ્લોક પર 7 ઇલેવન નામનો મપોતાનો સ્ટોર ચલાવતા હતા. જ્યારે તેઓ પોતાના સ્ટોર પર હતા ત્યારે તેમની સાથે એક કર્મચારી પણ હતો. ત્યાં અચાનક જ લૂંટારાઓ સ્ટોરમાં આવી ગયા હતા અને ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં પ્રેયસ પટેલ અને તેના કર્મચારીનું મોત થયું હતું. આ પ્રકારના કિસ્સા અમેરિકામાં પહેલા પણ જોવા મળ્યા છે.

આ ઉપરથી સાબીત થાય છે કે અમેરિકામાં આપણા ગુજરાતીઓ બિલકુલ સુરક્ષિત નથી. વારંવાર લુટેરાઓ આપણા ગુજરાતીઓને નિશાન બનાવીને લૂંટ મચાવે છે અને ગુજરાતીઓ ને મારી નાખે છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં તરત જ તે સ્ટોર પર આવી ગઈ હતી ત્યાં જઈને પોલીસે જોયું કે બે વ્યક્તિઓ ગોળીબારથી ઘાયલ થયા હતા આથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને બન્નેને મૃત જાહેર કર્યા હતા.

સ્ટોરનો સર્વેલન્સ કેમેરા ચાલુ હતા જે આગળ તપાસમાં મદદરૂપ થયો હતો, પરંતુ પોલીસ અધિકારીઓએ ફૂટેજમાં શું કેદ થયું છે તે કહેવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે શૂટર હોવાનું માનવામાં આવે છે પરંતુ પોલીસ હજુ પણ ફૂટેજની તપાસ કરી રહી છે. શૂટર વિશે વધુ વિગતો બહાર આવે તે પહેલાં થોડો સમય લાગી શકે છે.

“અત્યારે અમારી પાસે એક વ્યક્તિ છે જે વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને છોડી દે છે,” ડ્રુએ કહ્યું. “જો અમે આ વ્યક્તિને ઓળખીશું, તો અમારી પાસે પહેલાથી જ ફાઇલ પર વોરંટ હશે.” સ્ટોર સિવાયની ફૂટેજ ઉપરાંત અન્ય ફૂટેજ સંગ્રહિત કરવા પોલીસ ઘરો અને નજીકના વ્યવસાયોમાંથી ફૂટેજ પણ એકત્રિત કરી રહી છે અને લોકોને લીડ્સ માટે પૂછે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ દુકાનમાં આવે છે અને બહાર આવે છે. અમે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહ્યા છીએ. પ્રેયસના મોતના સમાચાર મળતા સોજીત્રામાં રહેતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને પ્રેયસના ભાઈ અને માતા-પિતા અમેરિકા જવા રવાના થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *