ગુજરાતીઓ થઈ જજો સાવધાન જોઈ લો તબાહીનું મંજર!! વલસાડના કાંઠા વિસ્તારમાં દરિયાઈ પોતાની સીમા ઓળંગી લોકોના ઘરમાં ખુશીયા પાણી… રસ્તા ઉપર હોડીઓ વેહતી થઈ…
વલસાડના દરિયાકાંઠા વિસ્તાર અને આસપાસના ગામોમાં અત્યારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દરિયો ગામમાં ઘૂસી જતા લોકોના ઘરો તૂટી ગયા, ઘરોમાં પાણી ખુશતા રસ્તા ઉપર હોડીઓ ફરતી થઈ છે વલસાડના દાંતી સહિત ત્રણ થી ચાર ગામોમાં દરિયાઈ તબાહી મચાવી દીધી છે.
ગામ લોકો દ્વારા અનેકવાર તંત્ર અને નેતાઓને રજૂઆત કરી પરંતુ આ વિશે કોઈ પણ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી અને ત્યારે આજે લોકો પાસે સ્થળાંતર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વલસાડના કાંઠા વિસ્તારમાં ફરી ભરતી ના પાણીથી તબાહી સર્જાય છે અત્યારે વલસાડના ચાર ગામમાં દરિયાનું પાણી ઘૂસી જતા લોકોના ઘરોમાં પણ ઘણું નુકસાન થયું છે.
દાંતી ગામની બાજુમાં નદીમાંથી દરિયા કિનારે રહેતી ખનનનું કંઈક ગેરકાયદેસર ચાલતું મસ્ત મોટું રેકેટ આજે કાંઠા વિસ્તારના લોકો માટે આફત બનીને સામે આવ્યું છે. દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે.
ચોમાસાની આ સિઝનમાં દરિયામાં આવતી ભરતી ગામ લોકો માટે ભેંસત સમાન છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયો તોફાની બનતા કાંઠા વિસ્તારના લોકો માટે ખૂબ જ ચિંતા નો વિષય છે લોકો બે દિવસથી પોતાના ઘરોમાં ખાવાનું સુતા પણ બનાવી શક્યા નહીં.
જાણવા મળતી માહિતી મુજબ 100 થી 150 ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કાંઠા વિસ્તારના લોકો ની હાલત અત્યારે કફોડી બની છે ઘરમાં એટલું નુકસાન થયું છે કે જમવા માટે કોઈ સાધન સામગ્રી પણ અત્યારે બચી નથી અને બે થી ત્રણ દિવસથી તો વીજળી પણ બંધ થઈ ગઈ છે.