સમાચાર

રાજ્યરમાં આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદી માવઠું, અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં

રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા જ કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જોકે, સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવતાં જ વધુ ઠંડી અનુભવાય છે. હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વ – પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે અને આગળ કહેવામાં આવ્યું છે કે આગામી ૨૪ કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, ૨૪ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાનના નિષ્ણાંત એવા આંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત લગાવ્યું છે કે, દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૨ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બરમાં ખૂબ જ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ એટલે કે માવઠું થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થવાની છે અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે એવું કહેવાય છે કે ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે આપ સમાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબસાગરમાંથી ભેજ આવતા જેની અસર ગુજરાતના ભાગોમાં થવાની છે.

૨૩ ડિસેમ્બરથી વાદળો છવાઈ જવાની શક્યતા છે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યના ભાગોમાં ૨૪ ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે એવું કહેવાય છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ કે માવઠું વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા ખૂબ જ વધી રહી છે. કે જો કમોસમી વરસાદ આવશે તો તેમના પાકનું શું થશે. ઠંડી અને ત્યાર બાદ કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે.

વારંવાર વાતાવરણમાં બદલાવ આવવાને કારણે કૃષિ પાકને પણ નુકસાન થવાની બીક લાગી રહી છે. ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. એક પછી એક વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન હિમાલય સુધી પહોંચવાની ધારણા છે. પ્રથમ ૨૪ ડિસેમ્બરે અને બીજી ૨૬ ડિસેમ્બરે થશે. બાંગ્લાદેશના દક્ષિણ ભાગોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયના ભાગોમાં અને ઉત્તર પંજાબ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *