ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં ભુક્કા બોલાવશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ એ પોતાનું જોર બરોબર જમાવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં સૌથી વધારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી તાપી વગેરે જિલ્લામાં વધારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડે છે જેમાં અમરેલી જૂનાગઢ ભાવનગર માં પણ ભારે વરસાદ થઇ શકે છે તેમજ પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ અને તેની આજુબાજુના ગામડા ના વિસ્તારના લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે.હવામાન વિભાગએ જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

બે કલાકમાં ચીખલીમાં ચાર, સુબીરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ સુરત અને નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી પોરબંદર સહિતના જિલ્લામાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો. સવારના છ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીમાં કુલ 66 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો જેમાંથી 39 તાલુકામાં ચાર ઈચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

સૌથી વધારે વરસાદ ની વાત કરીએ તો હું નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં તેમજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. ધોધમાર વરસાદ ગોરસ મને કારણે પાણી પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત સુરતના ઓલપાડ તાલુકામાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો તેમજ જૂનાગઢના મેંદરડા અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.