રાજ્યમાં વરસાદ બરાબર નો જામ્યો, રાજ્યના 108 તાલુકામાં આટલા ઇંચ વરસાદ પડ્યા, હવામાન વિભાગે કરી બીજી મોટી આગાહી

રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી ખુબજ ધમાકેદાર રીતે થઈ ચૂકી છે. રાજ્યના કુલ ૧૦૮ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. 50 તાલુકામાં ૩ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએતો પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં પડી ચૂક્યો છે. જેને કારણે લઈને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ નીચાણવાળી જગ્યાઓએ પાણી ભરાતા લોકોની અવરજવર કરવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરેન્દ્રનગર માં આવેલા ચોટીલા ની વાત કરીએ તો માત્ર બે કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે તેમજ ગાંધીનગરના માણસામાં અઢી ઈંચ તેમજ સાબરકાંઠાના વિજયનગરમાં બે ઇંચ, તેમજ બનાસકાંઠાના તાલુકાઓમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો હતો. વડગામ માં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો લગભગ 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો. જ્યાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત પણ થયા હતા.

કચ્છમાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ખૂબ જ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાપર જિલ્લાના સૂવઈગામમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ વરસતો જોવા મળ્યો હતો. નખત્રાણામાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતો જોવા મળ્યો હતો. કોટડા નખત્રાણા વચ્ચેનો જે બ્રિજ જેનું હજુ પણ તેનું કામ ચાલુ છે ત્યાં વરસાદ પડવાને કારણે અનેક લોકો અટવાઈ ગયા હતા.

ગુજરાતમાં વરસાદના આગમન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મુંબઈ, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગો સહિત કોંકણના મોટાભાગના વિસ્તારોમાં પ્રવેશ્યું છે.” થોડા કલાકોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રની સાથે ગુજરાતના ભાગોમાં પ્રવેશ કરશે, જેનાથી અનુકૂળ સ્થિતિ સર્જાશે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *