સમાચાર

રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ થયો, અમદાવાદ સહીત આ વિસ્તારોમાં સૌથી વધુ કેસ

કોરોનાએ ફરી એકવાર માજા મૂકી છે. ગુજરાતમાં કોરોના મહામારીએ ફરીથી માથુ ઉચું કર્યું છે. આજે રાજ્યમાં સૌથી વધુ એટલે ૧૦૦૦થી વધુ નવા કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૫૯ કોરોના કેસ નોંધાઈ ગયા છે. જોકે આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૩૧ ટકાએ પહોંચી ગયો છે.

દરરોજના કેસમાં થયેલા વધારાના કારણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૩૯૨૭ પર પહોંચી ગયો છે.  ગત ૨૪ કલાકમાં સારવાર દરમિયાન ૧૦૩ દર્દી સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં ૫૫૯ નોંધાયા છે. ૧૫ ડીસેમ્બર બાદ રાજ્યનાં કેસમાં નિરંતર ખુબ જ વધારો થવા લાગ્યો છે, જેમાં છેલ્લા ૭ દિવસમાં મોટા પ્રમાણમાં દૈનિક કેસમાં ખુબ જ વધારો થયો છે.

જુઓ ગત ૨૪ કલાકમાં નવા નોંધાયેલા કેસમાં સૌથી મોખરે કોણ છે, કોર્પોરેશન વિસ્તારના અમદાવાદમાં સૌથી વધુ ૫૫૯ કેસ છે, સુરત કોર્પોરેશનમાં ૧૫૬, વડોદરા કોર્પોરેશન ૬૧, રાજકોટ કોર્પોરેશન ૪૧ અને આણંદમાં ૩૯ કેસ નોંધાયા છે. ખેડા ૩૯, જામનગર ૭, કચ્છ ૨૨, રાજકોટ ૨૦, વલસાડ ૨૧, નવસારી ૦૯ કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતમાં એક્ટિવ કેસમાં ૩૯૨૭ છે. તથા વેન્ટીલેટર પર ૧૧ તેમજ સ્ટેબલ ૩૯૧૬ દર્દી છે.

કેન્દ્ર સરકાર સતત રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી રહી છે: કોરોના સંક્રમણના વધી રહેલા કેસને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યોને અલગ અલગ એડવાઇઝરી જાહેર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે બધા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કોરોનાના સંક્રમણને રોકવા માટે એક પત્ર લખ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને કહ્યું કે અસ્થાયી હોસ્પિટલ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ અને હોમ આઇસોલેશનમાં દર્દીઓના સર્વેલન્સ માટે વિશેષ ટીમો બનાવવાની શરુ કરી દેવી જોઈએ.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેપિડ ટેસ્ટ વધારવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં એમ પણ કહ્યું છે કે જિલ્લા સ્તર પર જરૂરી દવાઓ અને ઓક્સિજનના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા સંયુક્ત પત્રમાં આ કોરોનાની કપરી સ્થિતિનો સામનો કરવા માટે ખુબ જ મજબૂત તૈયારી રાખવાની સલાહ આપી છે. સરકારનું એવું કહેવું છે કે દેશમાં દૈનિક ૨૦ લાખથી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. પરંતુ હાલના સમયમાં રાજ્યોએ હજુ પણ તેમાં વધારો કરવાની જરૂર છે.(આ માહિતી 1 january ની છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *