સમાચાર

તાજા સમાચાર: આ રાજ્યમાં કોરોના ના કારણે શાળા-કોલેજો બંધ સાથે સાથે લાગ્યું આંશિક લોકડાઉન

હવે પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના વધતા જતા સંક્રમણે મમતા સરકારની ચિંતા વધારી દીધી છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘણા કડક નિયમો લાગુ કર્યા છે જેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. આ ખબર પણ નોંધનિય છે કે, પશ્ચિમ બંગાળ સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે કારણ કે સ્કૂલ-કોલેજોમાં સંક્રમણ વધુ પ્રમાણમાં વધી રહ્યું છે. આ સાથે રાજ્ય સરકારે એક નિવેદન આપીને કહ્યું છે કે ઓફિસોને ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યમાં સવારના ૧૦થી લઈને સાંજના ૫ વાગ્યા સુધી માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે. આ વિશે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ સોશિયલ મીડિયાને એવું જણાવ્યું કે રાજ્યમાં જે લોકલ ટ્રેનો છે તે સોમવારથી સાંજે ૭ વાગ્યા સુધી ૫૦ ટકાની ક્ષમતા સાથે દોડશે. અને આ સાથે પાર્લર, જીમ પણ બંધ રાખવામાં આવશે. આ સિવાય યુકેથી સીધી આવતી ફ્લાઈટો ૩ જાન્યુઆરી, ૨૦૨૨થી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવશે. બહારથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું ફરજિયાતપણે કોવીડ પરીક્ષણ કરવામાં આવશે ત્યાર બાદ જ અંદર આવવાની મંજુરી મળશે.

તેમણે કહ્યું કે બંગાળથી દિલ્હી અને મુંબઈ માટે અઠવાડિયામાં માત્ર બે વાર ફ્લાઈટ્સ ઉપડશે. આ સેવા ૫ જાન્યુઆરીથી સોમવાર અને શુક્રવાર બે દિવસ જ ચાલુ રહેશે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કચેરીઓ ૬૦%ની ક્ષમતા સાથે ચાલુ રાખવામાં આવશે. આ સાથે રેસ્ટોરન્ટ તથા બાર ૫૦%ની ક્ષમતા સાથે ખુલ્લા રહેશે અને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં આ બધુ બંધ થઈ જશે.

તો બીજી બાજુ, સિનેમા હોલ પણ ૫૦% ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. સોમવારથી રાજ્યના તમામ મનોરંજન પાર્ક, પ્રાણી સંગ્રહાલય અને પ્રવાસન સ્થળો વગેરે જેવા જાહેર સ્થળો બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત તમામ શોપિંગ મોલ અને બજારો પણ ૫૦ ટકા ક્ષમતા સાથે જ ખોલવામાં આવશે. રાજ્યમાં રાત્રે ૧૦ વાગ્યાથી લઈને સવારના ૫ વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ કે વાહનવ્યવહારની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં અને જો કોઈ પણ વ્યક્તિ બહાર જોવા મળશે તો પોલીસ તેના પર કડક કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *