આ વિસ્તારો ખાસ ત્યાં તો અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

હવામાન વિભાગનું કહેવું છે કે 15 જૂન બાદ વરસાદનો નવો રાઉન્ડ આવશે. 15 તારીખ પછી ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે. હાલમાં અરબી સમુદ્ર તેમજ બંગાળાની ખાડી વરસાદના પરિબળોને લઈને ડીએક્ટિવ જોવા મળી છે. પરંતુ 15 તારીખ બાદ બંગાળાની ખાડી અને અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ એક્ટિવ હશે જેને કારણે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે.

ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યા છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યના 27 તાલુકાઓમાં ગુરુવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના અનેક ભાગોમાં આ સમયે વાવણી લાયક વરસાદ શરૂ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે.

આપણે બધા જાણીએ છે કે આપણા ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થઈ ગયું છે. હાલની વાત કરીએ તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત માં પણ ભારે વરસાદ થઇ શકે છે. ફ્રેન્ડ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં મેઘરાજા તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે.

ગુરુવાર ની વાત કરીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો હતો. સેલવાસની આસપાસના ગામોમાં પણ બપોર બાદ વરસાદ પડયો હતો. વરસાદનું આગમન થતાં લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મળી હતી.

ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ રાજ્યના ઉત્તર 27 તાલુકાઓમાં ગુરુવારે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો હતો જેમાં નવસારી વિસ્તારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે સુરતના કામરેજ માં પણ સૌથી વધારે વરસાદ વરસ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગુરુવારે સવારે છ વાગ્યા બાદ ટોટલ ઈકોતેર તાલુકાઓમાં વરસાદ પડયો હતો જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં એટલે કે 79 મિ.મી નોંધાયો હતો. મહેમદાવાદમાં ૭૪ મી.મી માણાવદરમાં 68 મીમી, તાલાલામાં 74 મીની,સાવરકુંડલામાં ૩૯મીમી,ઉમરાળામાં ૩૬મીમી,ઉનામાં ૩૩ મી.મી વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *