ગુજરાતના મેઘરાજાએ 4 કલાકમાં 6 ઈંચ વરસાદની ધબધબાટી બોલાવી લીધી, જાણો ક્યાં ક્યાં જીલ્લામાં પડ્યો વરસાદ

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત આપનાર મેઘરાજાએ હવે અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે. વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેરમાં માત્ર 4 કલાકમાં જ પાણી ભરાયા હતા. વલસાડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ વાપીમાં 1.5 ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

તેવી જ રીતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ઝરમર વરસાદ વરસ્યો છે. સુરતના માંગરોળ પંથકમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો છે. ભારે વરસાદ બાદ ધરતી પુત્રો અને લોકોએ રાહત નો શ્વાસ bઅનુભવ્યો છે. ઉકળાટ બાદ ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે વલસાડના એમજી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વ્યવસ્થાની પ્રિ-મોન્સુન કામગીરીનો પર્દાફાશ થયો છે.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 6 ઈંચ વરસાદના કારણે શહેરના સબજીમંડી, એમજી રોડ, નાની ખત્રીવાડ, હાલર રોડ, તિથલ રોડ, છીપવાડ રેલવે ગરનાળા, મોગરાવાડી ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સવારથી પડેલા ભારે વરસાદથી છીપવાડની અંદરના પાસમાં પાણી ભરાતા ટેમ્પો સહિત ચાલક અને કિલનર ફસાઈ ગયા હતા. ખાસ વાત એ છે કે વલસાડ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડના છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી ટેમ્પો અંદર ફસાઈ ગયો હતો. ડ્રાઈવર અને કિલનર પણ ફસાઈ ગયા હતા.

વલસાડ શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેરના હાર્દસમા આવેલા એમજી રોડના રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. શહેરના એમજી રોડ વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે એમજી રોડની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મોડી રાતના વરસાદે પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીને ખુલ્લી પાડી દીધી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોવા છતાં કોઈ નિકાલ ન થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *