હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી, રાજ્યમાં આ તારીખે ચોમાસાના વધામણા થશે, ખેડૂતો થઇ રહ્યા છે રાજીના રેડ

આવનાર 48 કલાકમાં અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર અને કચ્છમાં ખૂબ જ ગરમીની આગાહી કરવામાં આવી છે આમ અમદાવાદમાં 19 કે 20 તારીખે હીટવેવની આગાહી છે. સમગ્ર રાજ્યમાં અત્યારે શરીર દઝાડે તેવી ગરમી પડી રહી છે અને તેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં અત્યારે ગરમી યથાવત્ રહેશે અને તેમની આગાહી પ્રમાણે આગળના બે દિવસ ખૂબ જ ગરમી પડે તેવી આગાહી કરી છે આગળના 48 કલાકમાં સુરેન્દ્રનગર, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદ માં ખૂબ જ ગરમી પડશે.

હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ દક્ષિણ ગુજરાતમાં 20 તથા 21 તારીખે વાદળ વાળુ વાતાવરણ રહેવાની શક્યતા છે અને તેની સાથે જ ગુજરાતમાં જૂનના બીજા જ અઠવાડિયામાં આવી શકે છે. આમ વાદળછાયા વાતાવરણની સાથે ચોમાસુ જલ્દી આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસું આવી જશે અને રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધીમાં જોવા મળશે આમ અંદમાન નિકોબાર અને બંગાળની ખાડીમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અહીં પાંચ દિવસ પહેલા જ ચોમાસું શરૂ થઈ જાય છે.

હવામાન વિભાગના અંદાજ અનુસાર કેરળમાં ૨૭મીથી પહેલી જૂનના રોજ નૈઋત્યનું ચોમાસુ આવી શકે છે અને કેરળમાં વરસાદ આવ્યા બાદ સામાન્ય રીતે ૧૫ થી ૨૦ દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ જાય છે ગુજરાતમાં આ વખતે થોડું વહેલું ચોમાસું આવી શકવાની શક્યતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહે તેવું કહેવામાં આવ્યું છે અને સામાન્ય રીતે તો દક્ષિણ ગુજરાતથી જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જાય છે. આમ દક્ષિણમાં વરસાદ આવવાથી ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં બીજા અન્ય વિસ્તારોમાં પણ વરસાદઆવી જતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *