ગુજરાતમાં આગામી ત્રણ ભારે થી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં તો વાવાઝોડા જેવો પવન પણ જોવા મળશે

ગુજરાતીઓ માટે વરસાદનો ભરપૂર આનંદ માણવાના દિવસો આવી રહ્યા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. 6, 7, 8 જુલાઈએ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું વાતાવરણ રહેશે. 8મી અને 9મી જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સાથે જ લોકોને ફરી એકવાર તોફાની વાવાઝોડાનો અનુભવ થશે. કારણ કે આ દિવસોમાં પવનની ગતિ ઝડપી રહેશે.

હવામાન વિભાગે કહ્યું કે, હાલમાં પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાયું છે. આ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવશે. ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે 6 જુલાઈથી ચેતવણી જારી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મધ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, તેની અસર ગુજરાતમાં જોવા મળશે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જેમાં વરસાદ સાથે પવનની ગતિ પણ વધશે.

6,7,8 જુલાઈએ ક્યાં ક્યાં વરસાદ પડશે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. આથી 8મી અને 9મી જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આથી અમદાવાદ શહેરમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આવતીકાલે 6 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડશે.

પરંતુ પછી ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. આમ, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 મીમી અને 22 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ અપેક્ષિત વરસાદ થયો નથી. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સરકારની સાથે તંત્ર પણ લોકોના રક્ષણ માટે સતર્ક બની ગયું છે. વિશાળ દરિયાકિનારો ધરાવતું ગીર સોમનાથ પણ સુસજ્જ છે.

મીડિયાને માહિતી આપતાં જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડું અને ભારે વરસાદને પહોંચી વળવા સજ્જ છે. ગીર-સોમનાથ જિલ્લામાં NDRFના અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં 29 શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. જિલ્લા કંટ્રોલ રૂમ ઉપરાંત તમામ તાલુકા કેન્દ્રોમાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાલુકા અને ગ્રામ્ય સ્તરે રેસ્ક્યુ ટીમો બનાવવામાં આવી છે. દરેક તાલુકામાં લાયસન્સ અધિકારી તરીકે વર્ગ વન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યના 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. કચ્છમાં માંડવીમાં 2.5 ઈંચ અને મુન્દ્રામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરત અને વલસાડમાં પણ જળબંબાકાર નોંધાયો હતો. તો છેલ્લા 24 કલાકમાં 156 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *