સમાચાર

રાજ્યમાં ઐતિહાસિક ચુકાદો: પત્નીને ટ્રિપલ તલાક આપનાર અધિકારીને આપી એક વર્ષની સાજા

બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાકના કેસમાં પાલનપુરની કોર્ટે એક અધિકારીને એક વર્ષની જેલની સજા ફટકારી છે. પોતાની એક દીકરીની માતાને ત્રણ વખત છૂટાછેડા આપી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર બીજા વર્ગના અધિકારીને કોર્ટે સજા ફટકારતાં કોર્ટ પરિસરમાં મૌન છવાઈ ગયું હતું. સજાની સાથે કોર્ટે આરોપીને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ટ્રિપલ તલાકના કેસમાં દોષિત ઠરાવવામાં આવેલો આ રાજ્યનો પહેલો કેસ છે.

સમગ્ર ઘટના જાણીએ તો વડગામ તાલુકાના જુનીનગરીની એક યુવતીના લગ્ન હેબતપુર ના વતની સરફરાશ ખાન સાથે થયા હતા.અને તેઓ તેમના લગ્ન જીવનથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો. ત્યાર પછી તેમને દાંતીવાડા સીપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. અને આ નોકરી દરમિયાન તેમના ઓફિસમાં કામ કરતી એક હિન્દુ યુવતી સાથે તેમને પ્રેમ થઈ ગયો હતો અને તે તેમની સાથે ભાગી ગયો હતો.

તે દરમિયાન સમાજના તથા પરિવારના સમજાવટથી એ યુવતીને ભૂલી જશે તેમ કહીને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો પરંતુ ત્યારબાદ તેમણે યુવતી સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા અને યુવતીઓ ત્યારબાદ એક પુત્રનો જન્મ થયો હતો.અને આ બધી જ વાત જાણે તેમની પત્નીને થઈ જ્યારે તેમને વિરોધ કર્યો ત્યારે બાદ સરફરાઝ ખાને તેને મારીને ત્રણ વખત તલાક તલાક તલાક કરીને ઘરની બહાર કાઢી મુકી હતી.

આ ઘટના બની ગયા બાદ પત્નીએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાક ના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી અને આ સમગ્ર કેસ પાલનપુર ની બીજી એડિશનલ કોર્ટમાં જતા જ વીએસ દરજીએ તમામ બાબતો અને સંપૂર્ણ ગંભીરતા જોઈને સરફરાઝ ખાનને એક વર્ષની સજા ફટકારી છે અને આ ત્રિપલ તલાક ના કાયદા પછી ગુજરાતમાં કોઈને પણ સજા થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

ત્રિપલ તલાક ના કાયદા ની મુખ્ય જોગવાઈઓ પત્ની: તેમાં પતિની ફરિયાદ માન્ય ગણવામાં આવશે ગુજરાત પીડિત પત્ની કે લોહીના સંબંધની ફરિયાદ પણ માન્ય ગણાશે તથા પત્ની ની પહેલી છે સમાધાન પણ થઇ શકે પરંતુ દેશની સરહદ સાથે જ તે જગ્યા ગણાશે પતિ તરફથી બાળકોની કસ્ટડી પણ મળશે. પોલીસ : પોલીસને ફરિયાદ ઉપર સીધી ધરપકડનો અધિકાર મળશે મહિલા અથવા સંબંધીની ફરિયાદ પર પોલીસે ધરપકડ કરી શકશે અને આ ધરપકડમાં જમાનત મળશે નહીં જોકે મેજિસ્ટ્રેટ શરતી જમાનત તેમાં આપી શકશે.

પતિ: મેજિસ્ટ્રેટ પતિનો ફક્ત સાંભળ્યા પછી જ જમાનત આપશે પોલીસ અને મેજિસ્ટ્રેટ કોર્ટે પતિની વાત સાંભળશે તથા પત્નીનો પક્ષ પણ સાંભળ્યા બાદ જ તેમને જમાનત મળશે.ત્યારબાદ દોષી સાબિત થયા પછી પતિને ત્રણ વર્ષની સજા થશે અને પત્નીને ગુજરાન કરવા ભથ્થું પણ આપવું પડશે. કોર્ટ : મેજિસ્ટ્રેટને ગુજરાતનું ભથ્થું નક્કી કરવાનો હક્ક, તથા જુબાની લેખિત કે ઇલેક્ટ્રોનિક માધ્યમો (વૉટ્સએપ, મેઈલ, એસએમએસ)થકી ત્રણ તલાક ને ગેરકાયદેસર ઠેરવશે, તથા મેજિસ્ટ્રેટ ભરણપોષણની રકમ પણ નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published.