4 જૂને બપોરે 12 વાગ્યા પછી આ શહેરમાં પડછાયો ગાયબ થઈ જશે? એવો સંકેત મળી રહ્યા છે??

વર્ષમાં બે વાર, જ્યારે ખગોળીય ઘટનાઓને ધ્યાનમાં રાખીને સૂર્ય માથાની ઉપર આવે છે, ત્યારે તે સ્થાન પર થોડી ક્ષણો માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે. જે ઝીરો શેડો ડે તરીકે ઓળખાય છે. પૃથ્વી તેની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે. શનિવારે આકાશમાં વધુ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. શનિવાર અને 4 જૂનને “ઝીરો શેડો ડે” તરીકે મનાવવામાં આવશે અને બપોરે 12.48 વાગ્યે સૂર્ય માથાની બરાબર ઉપર આવશે અને તેનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે.

આથી 04 જૂનને “ઝીરો શેડો ડે” તરીકે ઉજવવામાં આવશે વર્ષમાં બે વાર, જ્યારે ખગોળીય ઘટનાઓને ધ્યાનમાં રાખીને સૂર્ય માથાની ઉપર આવે છે, ત્યારે તે સ્થાન પર થોડી ક્ષણો માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે. જે ઝીરો શેડો ડે તરીકે ઓળખાય છે. પૃથ્વી તેની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે.

સૂર્ય હંમેશા એક જગ્યાએ ઉગતો હોય તેવું લાગતું નથી. તે ઉનાળામાં ઉત્તર અને શિયાળામાં દક્ષિણ તરફ જતો દેખાય છે. સૂર્ય તેના ઉત્તર ગોળાર્ધ દરમિયાન તેની મહત્તમ ગતિએ આગળ વધે છે અને ફરીથી 23.5 અંશ પર ઉગે છે, પછી દક્ષિણ તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આને દક્ષિણાયન કહે છે. જે 22 જૂનની આસપાસ હોય છે. આ દિવસ આપણા માટે સૌથી મોટોમાં મોટો દિવસ છે.

23.5 અંશ અને મકરવૃત (ટ્રોપિક ઓફ કેપરિકોન) -23.5 અંશના વિસ્તાર માં વર્ષ દરમિયાન “ઝીરો શૅડો ડે” બે દિવસ થાય છે. જ્યારે સૂર્યનું ડેકલિનેશન-ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય, જ્યારે સૂર્ય લોકલ મેરિડીયનને ક્રોસ કરે ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડે, ત્યારે ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે. અલગઅલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગઅલગ હોય છે. જુદા જુદા શહેરોની તારીખ અને સમય નીચે મુજબ છે.

દ્વારકા – 02 જુન ;-12.50 રાજકોટ- 04 જૂન ;-12.45 જામનગર-04 જુન;-12.48 ધ્રોલ -05 જુન ;-14.47 મોરબી/ 07 જુન ;-12.49 ભૂજ- 13 જુન ;-12.51 જામનગર શહેરમાં સૂર્યની દક્ષિણાયન ગતિ દરમિયાન 08 જુલાઈએ ફરીથી ઝીરો શેડો દિવસ મનાવવામાં આવશે. આ દિવસે જામનગરમાં થોડીવાર માટે સૂર્યનો પડછાયો ફરી ગાયબ થઈ જશે. ઉપરોક્ત બે દિવસ દરમિયાન જામનગરના ખગોળશાસ્ત્રી કિરીટભાઈ શાહે સૂર્યપ્રકાશમાં ઊભા રહીને સ્વયંભૂ અનુભવ કરવા અને આ અલૌકિક અવકાશી ઘટનાને નિહાળવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *