ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં થંડર સ્ટ્રોમ ની એક્ટિવિટી જોવા મળશે, વાવાઝોડા જેવો માહોલ બનશે

હવે સમગ્ર રાજ્યમાં ફરીથી એક વખત ગરમીનું પ્રમાણ જોવા મળ્યું છે અને તેમાં પણ આગળના એક-બે દિવસમાં તેનો ઘટાડો જોવા મળશે તેવું લાગી રહ્યું છે રાજ્યના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઠંડર એક્ટીવીટી જોવા મળશે આમ અલગ અલગ ભાગોમાં હળવા ઠંડર એક્ટીવીટી રહેશે તેવું હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ સુધી હળવો ઠંડો એક્ટિવિટી રહેશે તેવું લાગી રહ્યું છે અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતી કહે છે તે આગળના પાંચ દિવસ સુધી ગુજરાતમાં લગભગ હવામાન સુકુ રહેતું જોવા મળશે અને આગળના બે દિવસ સુધી ક્યાંક ફરવા ઠંડક જ રહેશે તેવું લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ, દાદરા નગર હવેલી, દમણ તથા સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં પણ થંડર સ્ટ્રોમ રહે તેવી સંભાવના જોવા મળી છે.

હવે જાણીએ થંડર સ્ટ્રોમ એક્ટિવિટી કોને કહેવાય? ઠંડર એક્ટીવીટી વાવાઝોડા જેવો માહોલ બનાવે છે અને ત્યારબાદ હવાના દબાણમાં થતા ફેરફારના કારણે આ સમગ્ર સ્થિતિ થતી જોવા મળે છે ચોમાસું આવતાં પહેલાં જ પશ્ચિમ તથા અરબ ના સમુદ્રથી આવતા પવન તથા તેનું દબાણ થવાના કારણે તેમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારબાદ તે સમુદ્રમાં બનતા વાવાઝોડા કરતા ઠંડકની તાકાત ઓછી જોવા મળે છે.

આમ સમગ્ર દરિયામાં ગરમ તથા ઠંડી હવા નું દબાણ ઊભું થાય છે અને તેનાથી એક ચક્રવાત થાય છે તે લેન્ડ થાય અને તે સમગ્ર જગ્યાએ ભારે પવન તથા વરસાદ થતો જોવા મળે છે આમ આ પ્રકારની પરિસ્થિતિ દરિયાકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વાવાઝોડું ટકરાય છે ત્યાં જોવા મળે છે અને તેમજ દરિયામાં વાવાઝોડું થાય ત્યારે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *