સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને કારણે આ ડેમો અત્યારે હાઈ એલર્ટ ઉપર… લોકોને સાવધાન રહેવાની જરૂર છે કે શું??

સમગ્ર રાજ્યમાં આ વર્ષે વરસાદ ખૂબ જ સારો એવો થયો છે જૂન મહિનાની શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં વરસાદે વાતાવરણ જોવા મળી રહ્યું હતું જેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો મેઘરાજા મન મૂકીને વર્ષ યાદ થયો અને ચારે બાજુ પાણી-પાણી કરી નાખ્યું છે.

જો આ વર્ષે વરસાદની ટકાવારી ની વાત કરવામાં આવે તો આ સીઝનનો ૬૦ ટકા જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં વરસી ચુક્યો છે જ્યાં અમુક વિસ્તારોમાં તો મેઘરાજા એટલા વર્ષ થયા કે પૂર જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ ગઈ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ એ દ્રશ્યો સામે આવતા હતા ત્યારે સમગ્ર રાજ્યના જળાશયોમા અત્યારે ખૂબ પાણીની આવક થઈ રહી છે.

જેમાં રાજ્યના 35 જળાશયો એવા છે જે સો ટકા જેટલી પાણીની આવક થઈ છે કચ્છના ડેમો ની વાત કરવામાં આવે તો સો ટકા પાણીથી ભરાઈ ગયેલા છે આવજો નવસારી ના વાસદા તાલુકામાં આવેલા ડેમની વાત કરવામાં આવે તો ત્યાં સરેરાશ અત્યારે મળતી માહિતી મુજબ સો ટકા જેટલી પાણીની આવક હાલ થઈ છે ડેમ અત્યારે છલોછલ ભરાઈ ગયો છે.

સૌરાષ્ટ્રની જીવા દોરી સમાન એવા સરદાર સરોવર ડેમની જળ સપાટીની વાત કરીએ તો જળ સપાટી હાલ 126 મીટર પર પહોંચી ગઈ છે અને ડેમમાં અત્યારે બે લાખ 92 હજાર પાણી ની આવક થઈ છે જાણવા મળતી માહિતી મુજબ સરદાર સરોવર ડેમમાં દર કલાકે 10 થી 12 સેમી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે હાલ ગુજરાતમાં 42 ડેમ એવા છે જે હાઈએટની સ્થિતિ ઉપર હોય જેમાં 90% થી વધારે પાણીની આવક થઈ ગઈ છે અને આઠ ડેમ એવા છે જે એલર્ટ ઉપર છે. આઠ ડેમમાં ૮૦ ટકા સુધી પાણી ની આવક થઈ છે. આ સાથે 14 ડેમ એવા છે જેમા ૭૦ ટકા પાણીની આવક થઈ છે.

આ સાથે 131 ડે મેવા છે જ્યાં 60% પાણીની આવક થયો હોય કે તેનાથી ઓછી આવક થયો હોય તેવા ડેમ. આ સાથે જાણવા મળતી માહિતી મુજબ આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા પાટણ અરવલ્લી કચ્છ જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.