રાજ્યના 78 ડેમો અત્યારે હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ ઉપર… જ્યારે 34 ડેમો તો ઓવરફ્લો થઈ ગયા…

ગુજરાતમાં ઘણા દિવસોથી ભારે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ગુજરાતના 206 ડેમમાંથી અત્યારે 34 ડેમો થયા છે, સો ટકા ડેમ છલોછલ ભરાઈ ગયા હોય તેવા કચ્છમાં 13 સૌરાષ્ટ્રમાં 13 દક્ષિણ ગુજરાતમાં સાત અને મધ્ય ગુજરાતમાં એક ડેમ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો છે પરંતુ ખાસ પાણીની કોઈ આવક થઈ નથી ઉત્તર ગુજરાતના ડેમો માં 24% પાણીનો સંગ્રહ થયો છે.

જ્યારે સરદાર સરોવર ડેમ સહિત સમગ્ર રાજ્યના 206 ડેમમાં 64.83% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. રિપોર્ટ અનુસાર નર્મદા વિભાગના કુલ 78 ડેમ અત્યારે હાઈ એલર્ટ ઉપર અને એલર્ટ વોર્નિંગ આપવામાં આવી છે 78 ડેમો પૈકી 55 ડેમ તો હા લેવા છે કે જેમાં તંત્રએ હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે જ્યાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે.

છ ડેમો એલર્ટ ઉપર છે જ્યાં 80 થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે,જ્યારે 17 ડેમ ને વોર્નિંગ આપવામાં આવી છે 70 થી 80% વચ્ચે પાણીના સંગ્રહ થયો છે. ગુજરાતમાં વરસાદ પહેલા ડેમો ને વાપરવા લાયક જથ્થો ફક્ત 22% આસપાસ હતો જ્યારે અત્યારે હવે 56.52 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે.

સરદાર સરોવર ડેમમાં હાલ અત્યારે 54.19% દક્ષિણ ગુજરાતમાં 13 ડેમોમાં 71.81% મધ્ય ગુજરાતમાં 17 ડેમોમાં 44% કચ્છના 20 ડેમોમાં 70% જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 55% પાણીનો સંગ્રહ થયો છે સમગ્ર રાજ્યમાં 206 ડેમોમાં ટોટલ સરેરાશ 64% પાણીનો સંગ્રહ થયો છે.

ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલે વરસાદના વધુ એક રાઉન્ડ વિશે આગાહી જાહેર કરી લીધી છે અંબાલાલભાઈ પટેલે ઓગસ્ટ મહિનાના ભારે વરસાદને લઈને આગાહી જાહેર કરી નાખી છે અંબાલાલભાઈ પટેલે જણાવ્યું કે 28 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તે નક્કી છે પરંતુ એક અઠવાડિયા બાદ ફરીથી દેશમાં ચોમાસુ વધુ સક્રિય થઈ જશે રાજ્યમાં બીજી ઓગસ્ટ થી લઈને 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *