રહસ્યમય રીતે ગુમ થયેલા પરિવારજનો ફરી પાછા ઘરે પરત ફર્યા, કહ્યું અમે તો આત્મહત્યા જ કરવાના હતા પરંતુ બાળકોએ કહ્યું એવું કે અમે ફરી પાછા ઘરે પરત ફર્યા…

વડોદરા શહેરના ડબલ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક પરિવાર રહસ્યમય રીતે ગુમ થતા શહેરમાં આખી ઘટના ચકચાર બની ગઈ હતી જો કે આ પરિવાર 19 દિવસ બાદ ફરી પાછો પરત ફર્યો છે જેને કારણે કુટુંબીજનો સહિત પોલીસ અધિકારીઓએ હાશકારો લીધો છે. આ પરિવાર આટલા દિવસ અમદાવાદ અને દિલ્હીમાં રોડ ઉપર સૂઈને ભીખ માંગીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યો હતો.

વડોદરામાં પરત આવેલા શહેરના કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા રાહુલભાઈ જોશી એ પોતે જણાવ્યું હતું કે મકાન પર લોનના નામે અમારી સાથે છેતરપિંડી થઈ છે જેને કારણે અમારે દેવું થઈ ગયું હતું જેથી હું મારી પત્ની સાથે બાળકો સહિત આખા પરિવાર આત્મહત્યા કરવાના ઇરાદે ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને અમદાવાદથી બાદમાં દિલ્હી પહોંચી ગયા હતા.

અમે રેલવે સ્ટેશન સહિત અનેક જગ્યાઓ પર ભીખ માંગીને ખાતા અને રહેતા હતા અમે લોકો ઘર છોડીને નીકળ્યા બાદ કુટુંબની જવાની સોશિયલ મીડિયા ઉપર જોતા અમે પાછા પરત ફરિયા છીએ મારા બાળકોએ અમને આપઘાત કરવા માટે રોક્યા અને તેમણે કહ્યું કે આપણે ફરી પાછા મહેનત કરીને દેવું ઉતારી દઈશું પણ આત્મહત્યા જેવું મોટું પગલું આપણે અત્યારે ભરવું નથી જેથી દીકરાઓની વાત સાંભળીને અમે પરિવાર સહિત પાછા ફર્યા છીએ.

ગુમ થયા પહેલા શિક્ષક પરિવાર એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અમારા મોત માટે આ ચાર લોકો જવાબદાર છે જેમાં અલ્પેશ મેવાડા નીરવ ભુવા અને રાહુલ ભુવા આ લોકો જવાબદાર છે પોલીસને મકાનમાંથી જોષી પરિવારના ચાર સભ્યો ના મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા પરિવારની સહી સલામત શોધી કાઢવા માટે ચાર ટીમો પણ બનાવવામાં આવી હતી જે અલગ અલગ દિશામાં અને શોધક કોણ કરી રહી હતી.

મિત્રો તમને જણાવી દઈએ તો મૂળ ભાવનગરના દુધાળા ના વતની રાહુલભાઈ જોશી જે હંગામી સ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા અને સાઈડમાં ટ્યુશન પણ ચલાવતા હતા તેઓએ ફ્લેટ ઉપર મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયા જેટલી લોન લીધી હતી અને આ લોન નીરવના નામે લીધી હોટલના ધંધામાં લોન લીધા બાદ ધંધો બરોબર ચાલ્યો નહીં અને આર્થિક રીતે 20 ઊભી થઈ ગઈ એક બાજુ મકાનનો હપ્તો અને બીજી બાજુ ધંધામાં લીધેલી લોનના હપ્તાને કારણે નાણાકીય પ્રોબ્લેમ થવા લાગી હતી. જેથી બંને જણા 50 50% આપતા ભરીને ગુજરાત ચલાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *