મારા સપના ખૂબ મોટા છે અમે તે પુરા નહિ થતા હું ઘરેથી ભાગું છું, કોઈ મને શોધશો નહિ… ગૂમ થયેલો વિદ્યાર્થી મળ્યો

મારા સપના ખુબ મોટા છે, તે સપના પૂરા નહિ હોવાથી થતા હું ઘરેથી જઈ રહ્યો છું, મને કોઈ શોધતા મેહનત કરતા નહિ, આવી એક ચિઠ્ઠી લખી અને ૧૬ વર્ષનો એક સગીર વિદ્યાર્થી રવિવારના રોજ વહેલી સવારે ઘરેથી ભાગી ગયો હતો. સગીરે શનિવારના રોજ એસએસસી બોર્ડની છેલ્લી પરીક્ષા પણ આપી દીધી હતી. સુરતના અડાજણ પાલનપુર પાટિયા ખાતે રહેતા આ ૧૬ વર્ષના કિશોરે શનિવારે એસએસસી બોર્ડની છેલ્લી પરીક્ષા પણ આપી દીધી હતી. સગીરને બોર્ડની પરીક્ષામાં નાપાસ થશે તેવો ડર લાગતો હતો.

આથી તે રવિવારના રોજ વહેલી સવારે ઘરેથી ભાગી ગયો હતો. જો કે પોલીસે તેને માત્ર ૩ કલાકમાં જ શોધી અને પરિવારને સોંપી દીધો હતો. આ ઘટનાને પોલીસે પણ ગંભીરતાથી લીધી હતી :વિદ્યાર્થીએ ઘરેથી નીકળતા પહેલા હિંદીમાં એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં તેણે તેના મોટા સપના હોવાની વાત લખી હતી. વિદ્યાર્થીને શોધવા માટે તેના પરિવારજનોએ તેના મિત્રો અને સંબંધીઓને ત્યાં બધી તપાસ કરી છતાં કોઈ વાવડ ન મળતા આખરે પરિવારજનો રવિવારના રોજ સવારે ૮ વાગ્યે અડાજણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.

પોલીસે આ ઘટનાને એકદમ ગંભીરતાથી લઈ અને સગીર વિદ્યાર્થીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી દીધી હતી. સગીર વિદ્યાર્થીનું મોબાઇલ લોકેશન એલપી સવાણી રોડ બતાવતું હતું પછી તેનો મોબાઇલ બંધ આવવા લાગ્યો હતો. આથી પોલીસે એલપી સવાણી રોડના સીસીટીવી કેમેરાની તપાસ કરી પરંતુ તેમને કોઈ ચોક્કસ કડી મળી ન હતી.

સગીરે તેના મિત્રોને નોકરીની પણ વાત કરી હતી :જ્યારે બીજી તરફ પોલીસે સગીર વિદ્યાર્થીના મોબાઇલમાંથી છેલ્લા બે વોટસએપ કોલ થયા તેની પણ તપાસ કરાવી હતી. જેમાં સગીર વિદ્યાર્થીએ તેના બે મિત્રોને કોલ કરી અને જણાવ્યું હતું કે, મારે હવે કોઈ નોકરી શોધવી પડશે, મને કોઈ પણ કામ ધંધો અપાવ, મને ભણવામાં કોઈ રસ નથી. જયારે મધુવન સર્કલ આવાસમાં રહેતા તેના એક મિત્રના ઘરે પણ આ સગીર વિદ્યાર્થી વહેલી સવારે ગયો હતો. તેને પણ સગીરે નોકરી માટેની વાત કરી હતી.

સગીર વિદ્યાર્થી એલપી સવાણી રોડ પરથી કોલમાં વાત કરતો હોવાની જાણકારી સગીરના મિત્રએ પોલીસને આપી હતી. પછી પોલીસે મિત્રને સાથે રાખી અને એલ. પી. સવાણી રોડ પર તપાસ કરતા સગીર વિદ્યાર્થી ત્યાંના એક પેટ્રોલપંપની સામેથી મળી આવ્યો હતો. સગીર વિદ્યાર્થીને પોલીસે માત્ર ૩ કલાકમાં શોધી કાઢયો હતો. વિદ્યાર્થી એકદમ સહીસલામત મળી જતા અડાજણ પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.