આ વાત છે મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર ની. આ શહેરનો એક માર્ગ અકસ્માતનો ચોંકાવનારો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જેમાં એક કાર હાઈસ્પીડ એ આવીને ટોટલ ચાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. આ ચાર વિદ્યાર્થીઓ બેઠા-બેઠા રસ્તાની વચ્ચે વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ આ કાર આવી પહોંચી હતી અને જ્યારે વિદ્યાર્થીઓને અડફેટે લઈ લીધા હતા. આ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે જેથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા
મંગળવારે જ્યારે કાર એ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વિદ્યાર્થીને ટક્કર મારી ત્યારે આ વીડિયો વાયરલ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારનો ડ્રાઈવર તે સમયે નશામાં હતો. અકસ્માત બાદ તે થોડીવાર રોકાઈ ગયો, તેની કારને બ્રેક લગાવી અને કોઈ તેને પકડે તે પહેલા ભાગી ગયો. આ ઘટના સોમવારે તાનસેન રોડ પર બની હતી. મંગળવારે તેનો વીડિયો વાયરલ થયો હતો.
વીડિયોમાં એક સફેદ રંગની કાર સ્ટેશનથી આવી રહી છે અને રસ્તાની બીજી બાજુ વિદ્યાર્થીઓને ટક્કર મારી રહી છે. અકસ્માત જોઈને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં તાનસેન નગરના રહેવાસી હર્ષ પટેલ (18) અને તેના મિત્રો વંશ ભદૌરિયા, આકાશ શખબર, સિદ્ધાર્થ રાજાવતનો સમાવેશ થાય છે.
પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે આ કાર કાંચમિલના રહેવાસી રામબક્ષ સિંહના પુત્ર સરદાર રામ સિંહના નામ પર નોંધાયેલ છે. પોલીસ કાર ચાલકની પૂછપરછ કરી રહી છે. સ્થાનિકોએ એમ પણ જણાવ્યું કે ડ્રાઈવર નશામાં હતો. સીએસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે અકસ્માત સોમવારે સાંજે થયો હતો. તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી આરોપી કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.